Matulya ivf

Matulya ivf We serve complete women care includes pregnancy care, gynec surgery, laproscopy & hysteroscopy, Infe
(5)

11/10/2023
પ્રેગનેન્સીમાં કઈ વેક્સિન આપવી જરૂરી છે ?                     કોરોનાની મહામારી પછી દરેક વ્યક્તિ વેક્સિન અથવા રસી વિશે જા...
10/10/2023

પ્રેગનેન્સીમાં કઈ વેક્સિન આપવી જરૂરી છે ?

કોરોનાની મહામારી પછી દરેક વ્યક્તિ વેક્સિન અથવા રસી વિશે જાણતી જ હશે. તેમાં ભારતે વિશ્વ પ્રસિદ્ધ રેકોર્ડ બનાવ્યા પછી ભારતની દરેક વ્યક્તિ રસીકરણ માટેની માહિતી મેળવી ચૂકી હશે. ભારતની દરેક વ્યક્તિને ખબર હશે કે રસીકરણ માત્ર બાળકોને જ નહીં પરંતુ યુવાનો, વૃદ્ધોને દરેક ઉંમરના વ્યક્તિને મુકવાની જરૂર પડતી હોય છે.
તો આજે આપણે તેનાથી કંઈક વિશેષ પ્રેગનેન્સીમાં વેક્સિન મુકવાની જરૂર ક્યારે પડતી હોય છે ? ક્યારે મૂકી શકાય ? કઈ કઈ મૂકી શકાય ? તેમાંથી બાળકને તેમજ માતાને શું ફાયદો થાય ? તેના વિશે આપણે જાણીશું.

પ્રેગનેન્સીમાં રસીકરણ અથવા વેક્સિન વિશે જાણતા પહેલા રસી વિશે માહિતી મેળવીશું...

રસી (વેક્સિન) એટલે શું?
• જે વાયરલ ઇન્ફેક્શન અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાથી જીવલેણ અથવા તો રોજબરોજ ની બીમારીઓ આવતી હોય તેવા વાયરસ અથવા બેક્ટેરિયાનો જીવંત ભાગનો અથવા મૃત કોષનો ઉપયોગ કરીને દર્દીને ઇન્ફેક્શન લાગે તે પહેલા જ આપવામાં આવે છે. તેનાથી દર્દીમાં રોગપ્રતિકારક (એન્ટીબોડી) બને છે. એ એન્ટીબોડી જ્યારે પણ ઇન્ફેક્શન લાગે છે ત્યારે તેની સામે રક્ષણ આપે છે જેને વેક્સિન અથવા તો રસીકરણ કહેવામાં આવે છે.

પ્રેગનેન્સમાં રસીકરણ (વેક્સિન) આપવાની જરૂર શા માટે હોય છે ?
• વાયરલ, બેક્ટેરિયલ જેવા કોઈપણ ચેપ પ્રેગનેન્સી દરમિયાન લાગે તો માતાની સાથે સાથે ગર્ભશિશુમાં ખોડખાંપણ આવવાની શકયતા રહેતી હોય છે. તેને વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ પણ રહેતી હોય છે જેથી રસીકરણ માતાને અને ગર્ભશિશુને પણ સુરક્ષિત કરે છે.
• પ્રેગનેન્સી દરમિયાન રસીકરણ કરવાને કારણે જે પણ એન્ટીબોડી બને છે તે પ્લાસેન્ટા (મેલી) દ્વારા થોડા પ્રમાણમાં બાળકમાં પણ જતું હોય છે.
• આ એન્ટીબોડી જ્યારે નવજાત શિશુ એક મહિના કરતાં નાનું હોય છે ત્યારે તેને રક્ષણ આપતું હોય છે કારણ કે આ એક મહિના દરમિયાન તેમને કોઈ પણ પ્રકારની રસી આપી શકાતી નથી. જેમ કે, ડીપ્થેરિયા, ટીટેનસ(ધનુર) પોર્ટુસીસ(ઉટાટીયું) જેવા રોગોથી રક્ષણ મળે છે.

પ્રેગનેન્સીમાં કઈ રસી આપવાની જરૂર પડે છે ?
• પ્રેગનેન્સી દરમિયાન કઈ રસી મૂકવી તે માતા કયા ભૌગોલિક વિસ્તારમાં રહે છે ? તે વિસ્તારમાં કયો ચેપ લાગવાની વધારે શક્યતાઓ હોય છે ? નવજાત શિશુને કયુ ઇન્ફેક્શન વધારે લાગી શકતું હોય ? પ્રેગનેન્સીમાં કયા ઇન્ફેક્શન વધારે લાગતા હોય તેના ઉપર આધાર હોય છે.
• માતાએ અગાઉ કોઈ વેક્સિનેશન કરાવ્યું હોય તો તેના ઉપર પણ તેનો આધાર હોય છે.
• સામાન્ય રીતે પ્રેગનેન્સીમાં ડિલેવરી સમયે લોહીથી ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે હોય છે તેના માટે ટીટેનસ વેક્સિન માતાના અને ગર્ભશિશુના રક્ષણ માટે આપવામાં આવે છે.
• ડીપ્થેરિયા અને પોર્ટુસીસ ના રક્ષણ માટે પણ માતાને પ્રેગનેન્સીમાં દરમિયાન શરૂઆતના ત્રીજા થી પાંચમા મહિનામાં બે ડોઝ આપવામાં આવે છે અને ત્રીજો ડોઝ ડિલેવરી પહેલા આપવામાં આવે છે જેને TD-VAC ઇન્જેક્શન કહેવામાં આવે છે. જેનાથી માતાને ટીટેનસથી(ધનુરવા) રક્ષણ મળે છે અને નવજાત બાળક પોર્ટુટીસથી રક્ષણ મળે છે.
• કેટલાક એવા વિસ્તારોમાં અથવા કેટલાક દર્દીઓને ફ્લુ ઇન્ફેક્શન વધારે લાગવાની શક્યતાઓ રહેતી હોય છે ત્યાં ફ્લુની વેક્સિન પણ મૂકવામાં આવે છે.
• કેટલીક વાર મહામારીને કારણે વેક્સિન મૂકવામાં આવે છે. જેમ કે, કોરોના વેક્સિન.

પ્રેગનેન્સીમાં કઈ રસી ન મૂકવી જોઈએ ?
• પ્રેગનેન્સીમાં લાઈવ વાઇરસ કે લાઈવ બેક્ટેરિયલ વેક્સિન ન મુકાવવી જોઈએ.
• આ વેક્સિન મુકાવવાથી નવજાત શિશુને વાયરલ ઇન્ફેક્શન કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહે છે. જેમ કે. રુબેલા વેક્સિન, MMR વેક્સિન, ગર્ભાશયના મુખ માટેની ગાર્ડાશીલ અથવા સર્વારીક્સ વેક્સિન ન મુકાવવી જોઈએ.
• આ ઉપરાંત યલો ફીવર, ફ્લુની લાઈવ વાયરસની વેક્સિન જે નાકમાં મુકાવવામાં આવે છે તે પણ ન મૂકાવવી જોઈએ.
• અછબડા, ઓરીની રસી પણ ન મુકાવવી જોઈએ.
• આ રસી પ્રેગનેન્સી પહેલા મુકાવવામાં આવી હોય અને વેક્સિન મૂક્યા પછી પ્રેગનેન્સી ની ખબર પડે તો જરૂરી નથી કે પ્રેગનેન્સી નો એર્બોશન કરવું. પરંતુ ત્રણ અને પાંચ મહિનાના ખોડખાંપણના સોનોગ્રાફી છે તે અવશ્ય કરાવવા જોઈએ.

રસીકરણ અથવા વેક્સિન તે માતા અને નવજાત શિશુ બંને માટે ઉપયોગી છે. તેથી પ્રેગનેન્સી દરમિયાન આપના ડોક્ટર દ્વારા જે પણ રસી મુકાવવાની સલાહ આપવામાં આવે તે ચોક્કસથી મુકાવી જોઈએ.

MATULYA IVF & WOMAN CARE
209, Mangaldeep complex, Hirabaug, Varachha Road, Surat
For appointment call- 93773 80881
For IVF inquiry call- 95747 38383

Email:
[email protected]

YouTube:-
https://youtube.com/channel/UCL1SdqKG...

Facebook:-


/ matulyaivfce

Instagram:-


/ con

Website:-
www.matulyaivfcenter.com

SERVICE OFFERD BY MATULYA IVF & WOMAN CARE
- In Vitro Fertilization (IVF) Treatment
- Intrauterine Insemination (IUI) Treatment
- Donor Treatments
- Laproscopy & Hysteroscopy
- Infertility Treatment in Males
- Infertility Treatment in Females
- Intracytoplasmic S***m Injection (ICSI) Treatment

- IVF Pregnancy Treatment
- Surrogacy Services
- Pregnancy Care
- Cancer & Woman Care
- Gynec Surgery.

સ્ત્રી જનન-અંગો(પ્રાઈવેટ પાર્ટ) એટલે શું ? તેના કાર્યો અને રોગો          કેટલીક વાર મહિલાઓમાં એવી તકલીફો થતી હોય છે કે જ...
02/10/2023

સ્ત્રી જનન-અંગો(પ્રાઈવેટ પાર્ટ) એટલે શું ? તેના કાર્યો અને રોગો

કેટલીક વાર મહિલાઓમાં એવી તકલીફો થતી હોય છે કે જે તકલીફોમાં ગાયનોકોલોજી ડોક્ટરને ક્યારે બતાવું તેનો ખ્યાલ રહેતો નથી. અથવા તો જે તકલીફ છે તે સ્ત્રીને લગતી તકલીફ છે કે નહીં તેનો ખ્યાલ પડતો નથી. તેમજ અંગોના કાર્યો શું છે તેની માહિતી ન હોવાને કારણે શારીરિક સંબંધ સમયે તેમજ પ્રેગનેન્સી રાખવા માટે તકલીફ રહેતી હોય છે. તો કેટલીક વાર અંધશ્રદ્ધામાં આવીને વંધ્યત્વની સારવાર કરાવતા હોય છે.
તો આજે આપણે મહિલાના જનન અંગો અને તેના કાર્યો શું છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ.
મહિલાઓમાં જનન અંગો કોને કહેવામાં આવે છે ?
એવા અંગો કે જેનાથી જનન એટલે કે પ્રજનન કે પોતાના જેવું અન્ય શરીરનું નિર્માણ થાય તેમાં મદદરૂપ થતા એવા અંગોને જનન અંગો કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં પ્રાઇવેટ પાર્ટ કહેવામાં આવે છે.
જનન અંગો બે પ્રકારના હોય છે.
1) બાહ્ય જનનઅંગો - નરી આંખોથી જોઈ શકાય છે.
2) આંતરિક જનનઅંગો - જેને જોવા માટે કોઈપણ મેડિકલ સાયન્સની ઇન્સ્ટ્રુમેન્ટ ની જરૂર પડે એટલે કે X-RAY, સોનોગ્રાફી, CT-SCAN, MIR, લેપ્રોસ્કોપી અથવા હીસ્ટ્રોસ્કોપી જેવા દૂરબીન ની પદ્ધતિથી જોવું પડે અને નિદાન કરવું પડે તેને આંતરિક અંગો કહેવાય.
EXTERNAL GE***AL ORGAN (બાહ્ય જનનઅંગો)
 V***A (યોનીની આજુબાજુની ચામડી)
• સામાન્ય રીતે તેમાં પરસેવાની ગ્રંથિઓ, ચીકણો પ્રવાહ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ તેમજ વાળ હોય છે.
• આ ચામડી સામાન્ય રીતે માસિકનું લોહી આવે છે તેના કોન્ટેકમાં આવે છે. યોની માંથી ચીકણો પ્રવાહ અથવા સફેદ પાણી આવે છે, ઇન્ફેક્શનનું પાણી આવે છે તેના કોન્ટેકમાં પણ આવે છે. બાહ્ય કપડા પહેરવામાં આવે તેના કોન્ટેકમાં પણ આવે છે.
• આ બધા કોન્ટેક્ટને કારણે યોનીની આજુબાજુ એલર્જી થવી, બળતરા થવા, પરુ આવવું, પરુના ગુમડા થવા બોઇલ્સ થવા. જે જાતિઓ રોગો છે તે રોગો થવાના, ઇન્ફેક્શન થવા, રસોળી થવી એટલે કે ગાંઠ થવી, પાણી ભરાવું જેવી તકલીફો થવાની સમસ્યા વધારે રહેતી હોય છે.
આવી તકલીફો વારંવાર ન થાય તેના માટે ધ્યાનમાં રાખવાની બાબતો
• માસિકના દિવસોમાં સ્વચ્છતા અથવા હાઈજીન રાખવી ખૂબ જ જરૂરી હોય છે.
• માસિકના દિવસોમાં સેનેટરી પેડનો ઉપયોગ કરવામાં આવે છે તે સેનેટરી પેડ કોટન અથવા કપડાના હોવા જોઈએ.
• લોહી ચૂસી લે તેવા ચોખ્ખા અને તડકામાં સુકાવેલા કાપડનો ઉપયોગ કરવો.
• હાલના સમયમાં કપડાનો ઉપયોગ છોડીને મેન્સ્ટ્રૂએશન કપનો ઉપયોગ કરવો જે આ ચામડી માટે ખૂબ જ હિતાવહ છે. તેથી મિનિસ્ટ્રેશન કપ નો ઉપયોગ વધુ કરવો જોઈએ.
• કેટલાક સૌંદર્ય પ્રસાધનો જેમકે કેમિકલ, પરફ્યુમ પાવડરનો ઉપયોગ ટાળવો જોઈએ.
• માસિકના દિવસોમાં સફેદ પાણી આવતું હોય ત્યારે યોનીની આજુબાજુ સ્વચ્છતા રાખવી તેમજ બાથરૂમ કે ટોયલેટ ગયા પછી યોનીની આજુબાજુ સફાઈ રાખવી.
• શારીરિક સંબંધ રાખ્યા પહેલા અને પછી પણ સફાઈ રાખવી જરૂરી છે.
• જે કપડા પહેરો છો તે કોટનના પહેરવા વધારે સારા હોય છે.
• ખૂબ જ પરસેવો થાય અથવા લાંબો સમય કામ કર્યા પછી પરસેવો વળે તો તેવામાં ચોખ્ખાઈ રાખવી ખૂબ જ જરૂરી હોય છે તેનાથી એલર્જી, ખંજવાળ આવવી કે ફૂગનો ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે.

 BARTHOLIN GLANDS (ચીકણો પ્રવાહ ઉત્પન્ન કરતી ગ્રંથિ)
• બંને ભાગમાં નાનાં નાનાં છિદ્રો હોય છે.
• બાર્થોલીન ગ્લેન્ડ ચીકણો પ્રવાહ ઉત્પન્ન કરે છે જે શારીરિક સબંધ રાખતી વખતે લુબ્રીકેન્ટ ઉત્પન્ન કરે છે.
• હાઇજીનની તકલીફને કારણે અથવા ખંજવાળ આવવાને કારણે જયારે ખંજવાળ આવે ત્યારે ખંજવાળવાને કારણે જે છિદ્રો છે તે છોલાવાને કારણે છિદ્ર બંધ થઇ જાય છે જેથી ચીકણો પ્રવાહ બહાર નીકળતો નથી અને તેની જગ્યા જ તેન ભરવો થાય છે તેના કારણે સિસ્ટ અથવા નાની રસોળી બની જાય છે.
• ક્યારેક આ છિદ્રોમાં લાંબા સમયથી ભરાવો થવાને કારણે તેમાં પરું પણ ભરાઇ છે તેણે બાર્થોલીન એબસેસ(પરું ) પણ કહેવામાં આવે છે. આવી તકલીફમાં ક્યારેક સર્જરીની પણ જરૂર પડે છે. આવું ના થાય તેના માટે યોનીની આજુબાજુ સફાઈ રાખવી ખૂબ જ જરૂરી હોય છે.

 URETHRAL OR***CE (યુરેથ્રલ ઓરીફીસ) ( પેશાબની નળીનું છીદ્ર)
• તે યોનીના ઉપરના ભાગમાં હોય છે. એટલે કે યોનીની ખૂબ જ નજીક હોય છે. યોનીના જે બેક્ટેરિયા છે તે યુરેથ્રામાં જવાને કારણે પેશાબની નળીમાં તેમજ પેશાબની કોથળીમાં ઇન્ફેક્શન લાગતું હોય છે જેને UTI (URINARY TRACK INFECTION) કહેવામાં આવે છે.
• બહેનોમાં આ યુરેથ્રા માત્ર 4 cm ની હોવાને કારણે વારંવાર પેશાબનું ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધારે હોય છે અને આ ઇન્ફેક્શન શારીરિક સંબંધ રાખતી વખતે ધ્યાનમાં ન રાખવામાં આવે તો તેના કારણે ઇન્ફેક્શન વધી શકે છે.
• પેશાબ અથવા સંડાસ ગયા બાદ ચોખ્ખાઈ ન રાખવામાં આવે તો મળમાં જે બેક્ટેરિયા હોય છે તે યોનીમાં અથવા પેશાબમાં એટલે કે યુરેથ્રામાં ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધારે છે.

 H***N (યોનીમાર્ગનો પડદો)
• વજાઈના અને બહારની ચામડી વચ્ચે એક પડદો હોય છે. આ બારીક પતલો પડદો તેને હાઇમન અથવા યોનિમાર્ગ નો પડદો કહેવામાં આવે છે.
• સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે શારીરિક સંબંધ રાખ્યા પછી આ પડદો તૂટતો હોય છે પરંતુ આ એક ગેર માન્યતા છે.
• કેટલાક બહેનોને એટલે કે એથલેટિક જે કસરત કરે છે, ઘોડે સવારી કરે છે, કોઈ ઈજાને કારણે પણ આ પડદો તૂટી શકે છે.
• કેટલીક ગેરી માન્યતા એવી હોય છે કે શારીરિક સંબંધ રાખતી વખતે જો આ પડદો તૂટે તો લોહી નીકળે છે. પરંતુ એવું હોતું નથી કેટલાક બહેનોમાં શારીરિક સંબંધ રાખ્યા સમયે આ પડદો ખુલવાનું એટલું સરળ હોય છે કે તેમાં બ્લિડિંગ પણ થતું નથી. તે માટે શારીરિક સંબંધ રાખતી વખતે આ પડદો તૂટવો અને લોહી આવવું એ જરૂરી હોતું નથી અને એવું જરૂરી પણ નથી કે શારીરિક સંબંધ વખતે લોહી ન આવે તો બહેનોનું કૌમાર્યભંગ એટલે કે વર્જિનિટી લોસ થયેલી છે તેવું કહી શકાય નહિ.

 VA**NA (યોનીમાર્ગ)
• યોનીમાર્ગ નળાકાર આકારનું હોય છે. અને તે કનેકટી ટીસ્યુનો બનેલો હોય છે. જે આજુબાજુના પેલ્વિક બોનના મસલ્સો છે તેની સપોર્ટથી યોનીમાર્ગ જોડાયેલું હોય છે.
• યોનીમાર્ગની 9 થી 10 cm જેટલી લંબાઈ હોય છે. આ યોનીમાર્ગમાં ગર્ભાશયનું મુખ આવેલું હોય છે
• ગર્ભાશયમાંથી જે પણ માસિકનો બગાડ અથવા ચીકણો પ્રવાહ આવે છે તે યોનીમાર્ગમાં આવે છે.
• યોનીમાર્ગનું કાર્ય માસિક સમયે લોહી આવે તેને બહાર લાવવો, ચીકણો પ્રવાહને બહાર લાવવો, શારીરિક સબંધ રાખ્યા બાદ વીર્યને યોનીમાં રાખવું, ડિલેવરી સમયે બાળકને બાળકને જન્મ આપવા માટેનું કાર્ય હોય છે.
યોનીમાર્ગના રોગો
• યોનીમાર્ગના રોગોમાં ખાસ કરીને સફેદપાણી આવવું એટલે કે વજાઇનલ ઇન્ફેકશન, બેક્ટેરીયલ વજાઇનલ સીસ્ટ, ગ્લાયકોમોનસ વજાઇનલ સીસ્ટ અથવા તો ફંગલ ઇન્ફેકશન લાગવાની તકલીફો યોનીમાર્ગમાં થતી હોય છે.
• યોનીમાર્ગના રોગોમાં અંગ ખસવું એટલે કે સામાન્ય ભાષામાં જેમાં યોનીમાર્ગના સ્નાયુઓ નબળા થવાને કારણે થતું હોય છે.
• યોનીમાર્ગના ઉપરના ભાગમાં પેશાબની કોથળી હોય છે અને નીચેના ભાગમાં આંતરડા હોય છે. જ્યારે ઉપરની દિવાલ નબળી પડે છે ત્યારે પેશાબની કોથળી બહાર આવે છે અને જ્યારે પાછળની દીવાલ નબળી પડે છે ત્યારે આંતરડા બહાર આવે છે.
• દિવાલ નબળી પડવાનું મુખ્ય કારણ ડિલેવરી હોય છે. ડિલેવરી સમયે લાંબા સમય સુધી જોર થાય, આરામ ન થાય, ઉભડક બેસવાની ટેવ હોય, યોનીમાર્ગના સ્નાયુઓ નબળા હોય ત્યારે ડીલ ખસવાની તકલીફ થતી હોય. આવી તકલીફોમાં કેટલી કસરતો થી પણ રાહત થાય છે અને કેટલીક તકલીફોમાં ઓપરેશન કરવાની જરૂર પણ પડે છે.
• યોનીમાર્ગમાં પેશાબની એટલે કે યુરેથ્રા તેની નીચેના ભાગના સ્નાયુઓ નબળા પડે છે ત્યારે ઉધરસ કરતાની સાથે આપમેળે પેશાબ થાય છે. તેમાં કેટલીક વાર કીગલ એક્સરસાઇઝ, યોનીમાર્ગની કસરતો કરવાથી અથવા ટેપ મૂકવામાં આવે તો તેનાથી રાહત થાય છે.

INTERNAL GE***AL ORGAN (આંતરિક અંગો)
 અંડાશય
• અંડાશયનું કામ સ્ત્રીબીજ બનાવવું અને ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામનો હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું છે.
• જ્યારે સ્ત્રી ગર્ભવસ્થામાં હોય ત્યારે તેમાં સ્ત્રીબીજની સંખ્યા મિલિયન્સમાં હોય છે. જેમ જેમ તેમની ઉંમર પુખ્ત અવસ્થામાં થાય છે એટલે કે મોટી ઉંમર થાય છે તેમ તેમ સ્ત્રીબીજ ધીમે ધીમે ઘટતા જાય છે.
• પુખ્ત અવસ્થા થાય એટલે કે જ્યાં સુધી માસિક ન આવે ત્યાં સુધી સ્ત્રીબીજ ઇનએક્ટિવ ફોમમાં હોય છે. એટલે કે આખા અંડાશયમાં સ્ત્રીબીજ નાનાનાના ગુચ્છાઓના રૂપમાં હોય છે. જેવી રીતે કોઈ વૃક્ષ ઉપર મોર આવેલી પરંતુ તેમાંથી ફળ ન બનતું હોય તેવી જ રીતે આ ગુચ્છાના રૂપે અંડાશયમાં સ્ત્રીબીજ ગોઠવાયેલા હોય છે.
• જેમ જેમ પુખ્તઅવસ્થા થાય છે તેમ તેમ હાઇપોથેલેમસ એટલે કે મગજમાં આવેલી ગ્રંથી તેમાં ગોનોરોટ્રોપીન રીલીઝિગ હોર્મોન્સ (GNRH) ઉત્પન્ન થાય છે. જે પીટ્યુટરી ગ્રંથિ ઉપર અસર કરે અને જેમાંથી FSH અને LH નામના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. FSH હોર્મોન અંડાશય ઉપર અસર કરે છે અને માસિકના બીજા ત્રીજા દિવસે અંડાશયમાં સ્ત્રીબીજના ગુચ્છાઓ માંથી એક ગુછછુ એક્ટિવ થાય છે ત્યારબાદ એક્ટિવ થયેલું ગુચ્છામાંથી આઠ કે નવમાં દિવસે તેમાંથી એક સ્ત્રીબીજ એક્ટિવ થાય છે.
• સ્ત્રીબીજ સાથે ઇસ્ટ્રોજન નામનો હોર્મોન્સ પણ ઉત્પન્ન થાય છે. આ હોર્મોન્સ ગર્ભાશયની અંદરની દિવાલ ઉપર અસર કરે છે જેને એન્ડોમેટ્રિયમ(ENDOMETRIUM) કહેવામાં આવે છે.
• એન્ડોમેટ્રિયમ દિવાલની જાડાઈ ધીમે ધીમે વધતી હોય છે. માસિકના દિવસો દરમિયાન શરૂઆતમાં તેની જાડાઈ 2 થી 3 mm હોય છે પરંતુ ધીમે ધીમે 14 થી 15 માં દિવસ સુધીમાં 8 થી 10 mm સુધી જાડાઈ થતી હોય છે.
• જ્યારે સ્ત્રીબીજ 18 થી 19 mm નું બને છે ત્યારે તે છૂટું પડે છે (OVULATION) અને સ્ત્રીબીજ નળીમાં જાય છે. જો આ સ્ત્રીબીજ છૂટા પડ્યા પછી તેનું ફલન(FERTILIZATION) થાય અને તેમાંથી ગર્ભ બને તો આ ગર્ભ ગર્ભાશયમાં એન્ડોમેટ્રિયમ કેવેટીમાં આવે છે. અને જો આ સ્ત્રીબીજનું ફલન ન થાય તો અંડાશયમાં જે પણ સ્ત્રીબીજ છુટા પડ્યા પછીની જે દિવાલ છે એમાં પ્રોજેસ્ટેરોન નામનો હોર્મોન્સ ઉત્પન્ન થતો હોય છે. આ પ્રોજેસ્ટોરોન હોર્મોન્સ ગર્ભાશયની અંદરની દિવાલને જો પ્રેગ્નન્સી રહેશે તો પોષણ આપવા માટે ફળદ્રુપ બનાવશે અને જો સ્ત્રીબીજનું ફલન ન થાય તો પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ આશરે 25 માં દિવસ પછી ઉત્પન્ન થવાનું બંધ થશે. તેથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સના આધાર પર એન્ડોમેટ્રિયમ ટકેલી છે અથવા તો તેનો વિકાસ થાય છે તેનો આધાર તૂટે છે અને એન્ડોમેટ્રિયમમાં જે પણ પોષણની નસો હોય છે તે મરોડાય છે. તેથી અંદરની દિવાલને પોષણ મળતું નથી જેથી અંદરની દિવાલ તૂટતાની સાથે નશો પણ તૂટે છે જે માસિકના રૂપે ગર્ભાશય માંથી બહાર આવે છે.
• તો અંડાશયનું કામ સ્ત્રીબીજને બનાવવું, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામનો હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું, માસિક આવવું કે નિયમિત આવવું તેનો આધાર આ સ્ત્રીબીજ બને છે કે નહીં તેના ઉપર હોય છે.
• અંડાશયની તકલીફોમાં
1. PCOD (POLY CYSTIC OVARIAN DISEASE)
2. કેટલીકવાર FSH અને LH હોર્મોન્સ ઉત્પન્ન ન થવાને કારણે સ્ત્રીબીજનો વિકાસ થતો નથી.( hypogonadotropic hypogonadism)
3. કેટલીકવાર અંડાશયમાં સ્ત્રીબીજ સુકાઇ જય છે જેને OVARIAN FAILURE કહેવામાં આવે છે.
4. અંડાશયમાં ગાંઠ થવી
5. CHOCOLATE CYST
6. SIMPLE OVARIAN CYST
7. DERMOID CYST
8. OVARIAN ABSCESS ઇન્ફેકશન લાગવાને કારણે
• અંડાશયમાં કોઈપણ પ્રકારની તકલીફ જાણવા માટે સોનોગ્રાફી સૌથી ઉત્તમ પદ્ધતિ છે. સ્ત્રીબીજનો જથ્થો કેટલો છે ? સંખ્યા કેટલી છે ? એ જાણવા માટે માસિકના બીજા ત્રીજા દિવસે સોનોગ્રાફી કરવામાં આવે છે.
• આ ઉપરાંત અંડાશયમાં કોઈ ગાંઠ, કેન્સર, પરુ ભરાયું છે કે નહી, અંડાશય મરોડાયુ છે કે નહી તેનું નિદાન સોનોગ્રાફીથી થતું હોય છે.
• કેટલીક વાર સોનોગ્રાફીથી નિદાન ન થાય તેવા સંજોગોમાં CT-SCAN અને MIR પણ ઉપયોગી હોય છે.
• અંડાશય ઉપર કોઈપણ ખામી હોય અને સર્જરી કરવાની જરૂર પડે ત્યારે લેપ્રોસ્કોપી સર્જરી તેમાં મદદરૂપ થતી હોય છે.

 FALLOPIAN TUBE (ગર્ભાશયની નળી)
• ગર્ભાશયની નળી બે જોડીમાં હોય છે. બંને બાજુ ડાબી અને જમણી બે નળી. દરેક નળીની લંબાઈ 10 cm હોય છે અને તેના ચાર ભાગ હોય છે.
• સૌથી સાંકડો અને પતલો ભાગ ગર્ભાશયના સ્નાયુમાં હોય છે તેનાથી થોડો પહોળો ભાગ એમપ્યુલા. ત્યારબાદ છેલ્લે ઇનફન્ડીબ્યુલમ અને ફિમ્બ્રીયા.
• ફિમ્બ્રીમાં હાથના તાંતણાની જેમ તેના પણ તાંતણ હોય છે. અંડાશયમાંથી સ્ત્રીબીજ જ્યારે છૂટું પડે છે ત્યારે નળીમાં નેગેટિવ પ્રેસર ઉત્પન્ન થાય છે અને સ્ત્રીબીજ છૂટું પડ્યું છે તેને નળી પોતાની બાજુ ખેંચે છે. સ્ત્રીબીજ નળી ની અંદર જાય છે ત્યારે સંબંધ રાખવાથી યોનીમાર્ગ દ્વારા શુક્રાણુઓ ગર્ભાશયમાં થઈ નળીમાં જાય છે ત્યાં સ્ત્રીબીજનું ફલન થઈ ગર્ભ બને છે.
• ગર્ભ બન્યા બાદ ગર્ભને ગર્ભાશયમાં ધકેલવાનું કામ પણ નળી કરે છે. ગર્ભાશયની બંને નળીનું મુખ્ય કામ પ્રેગ્નન્સી રાખવાનું છે.
• નળીની તકલીફોમાં ઇન્ફેક્શન લાગવું, બ્લોક થવી, પરુ ભરાવવું, પાણી ભરાવવાની તકલીફો થતી હોય છે. નળી બ્લોક છે કે ખુલ્લી છે તે પ્રેગ્નન્સી નથી રહેતી તેના માટે આ નિદાન કરવું ખૂબ જ જરૂરી હોય છે તેના માટે X-RAY, હિસ્ટ્રોસ્કોપી અથવા લેપ્રોસ્કોપી ટેકનીક ખૂબ મદદરૂપ થતી હોય છે.
• કેટલીક વાર નળીમાં પાણી, પરુ, ઇન્ફેક્શન કે અન્ય કોઈ ખામી છે કે નહીં તે સોનોગ્રાફીથી નિદાન થાય છે પરંતુ નળી ખુલ્લી છે કે બંધ છે તેનુ નિદાન સોનોગ્રાફીથી કરવું અઘરું હોય છે. પરંતુ જો સોનો હિસ્ટો સાલ્ફેનોગ્રાફીથી સોનોગ્રાફીની ટેકનીક જેમાં પાણી નાખીને નળીની તપાસથી તેનું નિદાન કરી શકાય છે.

 UTERUS (ગર્ભાશય)
• ગર્ભાશયને બે ભાગમાં વહેંચી શકાય છે. ઉપરનો ભાગ FUNDUS અને નીચેનો ભાગ જે ગર્ભાશયનું મુખ હોય છે તેને CERVIX કહેવામાં આવે છે.
• બંને અંગોના કાર્યો અલગ અલગ હોય છે.
ગર્ભાશય ત્રણ પડનું બનેલું હોય છે.
1. PERIMETRIUM (પેરિમેટ્રિયમ) :- સૌથી બહારનું પડ જે ચિકના જેવું અને લસરી શકે તેવું હોય છે. જેના કારણે આંતરડાઓ સરળતાથી તેની સાથે ઘસાઇ શકે છે અને કોઈ ઈજા થતી નથી.
2. MYOMETRIUM (માયોમેટ્રિયમ) :- વચ્ચેનું પડ જે સ્નાયુઓનું બનેલું હોય છે. એટલે કે મસ્ક્યુલર લેયર.
3. ENDOMETRIUM (એન્ડોમેટ્રિયમ) :- ત્રીજું પડ જે નરમ હોય છે. ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સની અસર નીચે જાડું પતલું થતું હોય છે અને જયારે પણ એ તૂટે છે ત્યારે માસિકના રૂપે બહાર આવે છે. અને જો સ્ત્રીબીજ ફલન થઇ ગર્ભ બંને તે પણ એન્ડોમેટ્રિયમમાં જ પ્રત્યારોપણ થાય છે.

• માયોમેટ્રિયમ જ્યારે સંકોચાય છે ત્યારે માસિકને બહાર ધકેલતું હોય છે. આ ઉપરાંત માયોમેટ્રિયમનું કામ કે જેમાં એવા પ્રકારના સ્નાયુઓ હોય છે કે જે સ્નાયુઓ ખેંચાઈ શકે છે.
• જ્યારે ગર્ભ રહે છે ત્યારે ગર્ભનો ધીમે ધીમે વિકાસ થાય છે અને નવ મહિનાનો વિકાસ થાય છે ત્યારે આ સ્નાયુઓ ખેંચાય છે, તણાઈ શકતા હોય છે. જ્યારે પ્રસુતિનો સમય આવે છે ત્યારે સ્નાયુઓની આ વિશિષ્ટ રચનાને કારણે એ સંકોચાવાથી ગર્ભાશયનું મુખ ખુલે છે અને બાળકને બહાર ધક્કો મારે છે જેને લીધે ડીલેવરી થઈ શકે છે.

ગર્ભાશયના રોગો
1. ADENOMYOSIS – ગર્ભાશય ફૂલવું
2. FIBROID – સ્નાયુઓની ગાંઠ
3. ADENOMA – એન્ડોમેટ્રિયમ દિવાલ ગર્ભાશયની અંદરની દિવાલમાં જવાને કારણે જે ગાંઠો બંને
4. ગર્ભાશયની અંદરની જગ્યાએ એન્ડોમેટ્રિયમ POLYPS બની શકે
5. કેટલીક વાર જન્મજાત ખામીઓ હોય છે જેમ કે ગર્ભાશય બે હોવા, ગર્ભાશયમાં પડદો હોય, ગર્ભાશય નાનું હોય, ગર્ભાશય બે ભાગમાં વહેંચાયેલા હોય તેમાં એક ગર્ભાશય નાનું હોય અને એક ગર્ભાશય પૂરેપૂરું હોય.
• ગર્ભાશયમાં કોઈ ખામી છે કે નહીં તેનું નિદાન સોનોગ્રાફીથી થઈ શકે છે પરંતુ તેમાં પણ કેટલીક વાર CT-SCAN અને MIR ની જરૂર પડી શકે છે.
• જ્યારે પણ ગર્ભાશયમાં કોઈ ખામી છે અને તેની સર્જરી કરવાની જરૂર પડે છે ત્યારે જો અંદરની દિવાલ એટલે કે એન્ડોમેટ્રિયમમાં અથવા સબમ્યુકસ ફાઈબ્રોઇડ અંદરની બાજુ ખામી હોય તો તે હિસ્ટ્રોસ્કોપી સર્જરીથી નિદાન થતુ છે. પરંતુ જ્યારે બહારની દિવાલમાં કોઈ પણ પ્રકારની ખામી હોય ત્યારે તેને લેપ્રોસ્કોપી સર્જરીથી મેદાન થતું હોય છે.
• માસિકની જે તકલીફ થાય જેમ કે માસિક વધારે આવવું, માસિક ઓછું આવવું, માસિક સમયે દુ:ખાવો થવો એ ગર્ભાશયને લગતી તકલીફો હોય છે.
ગર્ભાશયનો બીજો ભાગ CERVIX (ગર્ભાશયનું મુખ)
• ગર્ભાશયના મુખનું મુખ્ય કામ સંબંધ રાખ્યા પછી શુક્રાણુઓને ફિલ્ટર કરી ઉપર ગર્ભાશય તરફ મોકલવાનું હોય છે.
• આ ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન બાળકનું વજન 2.5 થી 3 કિલોનું હોવા છતાં પણ ડિલેવરી થતી નથી અને તેને અટકાવવાનું કામ પણ ગર્ભાશયનું મુખ કરે છે.
• ગર્ભાશયનું મુખ નક્કર સ્નાયુઓનું બનેલું હોય છે.
• કેટલીક વાર CERVICAL STINOSIS (સર્વાઇકલ સ્ટીનોસીસ) થવું એટલે કે મુખ બંધ થવું , CERVICITIS એટલે કે તેનું ઇન્ફેક્શન અથવા ઇન્ફલામેશન થવું, CERVICAL EROSION જેને સામાન્ય ભાષામાં ચાંદી કહેવામાં આવે છે તેમજ ગર્ભાશયના મુખનું કેન્સર થવાની તકલીફો રહેતી હોય છે જેના કારણે પ્રેગ્નન્સી ન રહેવાની તકલીફ રહે છે.
• ગર્ભાશયના મુખમાં કોઈ ખામી છે કે નહીં તેનો નિદાન કરવા માટે નરી આંખે PER SPECULUM EXAMINATION (પર સ્પેક્યુલમ એક્ઝામિનેશન) થી ડોક્ટર તપાસ કરતા હોય છે. એમાં કોઈ ખામી લાગે, જરૂરિયાત લાગે અથવા ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન કરવા માટે લિક્વિડ સાયટોલોજી અથવા પેપ્સ સ્મેર( PAP SMEAR ) જેવા ટેસ્ટનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેમાં કોઈ ખામી લાગે તો સર્વિક્સ બાયોપ્સી (CERVIX BIOPSY) પણ કરવામાં આવે છે.
ગર્ભાશયના મુખને સંબંધિત સર્જરી
1. CRYOSURGERY - ચાંદી ખેરવા માટે
2. DILATION – અગાઉ એર્બોશન અથવા ગર્ભાશયની સર્જરી થઇ હોય તો ગર્ભાશયનું મુખ ખોલવાની જરૂર પડી શકે છે.
3. AMPUTATION – ગર્ભાશયનું મુખ લાંબુ હોય તેને ટૂકું કરવા માટે સર્જરી કરવી.
4. CERVIX ENCIRCLAGE – પ્રેગનેન્સી દરમિયાન ગર્ભાશયનું મુખ ખુલે ત્યારે ટાંકો લેવામાં આવે છે.
તો આ જનનઅંગોને લગતી કોઈ પણ ખામીઓ હોય જે તમને જણાતી હોય તો તુરંત ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરને જણાવો અને તેનું નિદાન કરો.

MATULYA IVF & WOMAN CARE
209, Mangaldeep complex, Hirabaug, Varachha Road, Surat
For appointment call- 93773 80881
For IVF inquiry call- 95747 38383

Email:
[email protected]

YouTube:-
https://youtube.com/channel/UCL1SdqKG...

Facebook:-


/ matulyaivfce

Instagram:-


/ con

Website:-
www.matulyaivf.com

SERVICE OFFERD BY MATULYA IVF & WOMAN CARE
- In Vitro Fertilization (IVF) Treatment
- Intrauterine Insemination (IUI) Treatment
- Donor Treatments
- Laproscopy & Hysteroscopy
- Infertility Treatment in Males
- Infertility Treatment in Females
- Intracytoplasmic S***m Injection (ICSI) Treatment
- IVF Pregnancy Treatment
- Surrogacy Services
- Pregnancy Care
- Cancer & Woman Care
- Gynec Surgery.

26/09/2023

ગર્ભશીશુમાં રંગસૂત્રોની ખામી છે કે નહિ તેનું નિદાન પ્રેગનેન્સી સમયે શક્ય છે કે નહિ ???

આપણી આસપાસ કેટલાક એવા બાળકો હોય છે જેમની માનસિક ક્ષમતાઓ ઓછી હોય છે. જે ખૂબ ટૂંકું આયુષ્ય લઈને આવે છે અને શારીરિક ખામીઓ પણ હોય છે. આવા બાળકો રંગસૂત્રોની ખામીવાળા બાળકો હોય છે જેને ડાઉન સિન્ડ્રોમ કહેવામાં આવે છે.
આ ખામી માતાની નાની ઉંમરે થવાની શક્યતાઓ ઓછી હોય છે. પરંતુ જ્યારે સ્ત્રીની ઉંમર જેમ જેમ વધતી જાય છે અને ખાસ કરીને 35 વર્ષની ઉંમર પછી શક્યતાઓ ખૂબ જ વધી જાય છે.


આ નિદાન માટે ત્રણ મહિને જીનીટીક સ્કેન અથવા NBNT સ્કેન (સોનોગ્રાફી) કરવામાં આવે છે જેનાથી 70% નિદાન થાય છે.

આ ઉપરાંત માતાના લોહીના ડબલ માર્કર અથવા કવોડટ્રીપલ માર્કર રિપોર્ટ કરીને 85 થી 90 ટકા સુધીનું નિદાન કરી શક્ય બને છે.


NIPT ટેસ્ટ કરીને 99% સુધીનું નિદાન શક્ય બનતું હોય છે.


જ્યારે પણ આ રિપોર્ટમાં વધારે જોખમ હોવાની શક્યતાઓ લાગે ત્યારે બાળકનું આજુબાજુ નું પાણી ખેંચીને જેને AMNIOSENTOSIS (એમનીઓસેન્ટોસિસ) કહેવાય છે આ રીપોર્ટ કરવામાં આવે છે.


બીજા રીપોર્ટમાં પ્લાસેન્ટાનો થોડો એવો ભાગ લઈને (chorionic villus sampling ) karyotyping (રંગસૂત્રોની તપાસ) કરીને આ રોગનું સચોટ અને પાકું નિદાન કરી શકાતું હોય છે.

જેમાં બધા રંગસૂત્રોની તપાસ થાય છે.

પ્રેગનેન્સી પહેલા 3 મહિનામાં ગર્ભનો વિકાસ               દરેક માતાને અને તેમના સગા વહાલાને એ જાણવાની ખૂબ ઈચ્છા હોય છે કે ...
18/09/2023

પ્રેગનેન્સી પહેલા 3 મહિનામાં ગર્ભનો વિકાસ

દરેક માતાને અને તેમના સગા વહાલાને એ જાણવાની ખૂબ ઈચ્છા હોય છે કે આ ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ કઈ રીતે થાય છે ? ક્યારે સ્ત્રી બીજ બને છે ? કયારે તેનું ફલન થાય છે ? એમાંથી કેવી રીતે કોષો બેવડાય છે ? કયારે તેના ધબકારા આવે છે ? કયારે હાથ પગ બને છે ? કયારે બાળક હલનચલન કરતું હશે ? આવી બધી જાણવાની ઈચ્છાઓ થતી હોય છે.
શરૂઆતના પ્રેગનેન્સીના ત્રણ મહિનાના એટલે કે 12 થી 13 અઠવાડિયા સુધીમાં ગર્ભનો વિકાસ કેવી રીતે થતો હોય છે અને તે જાણવું કેમ અગત્યનું છે તેના વિશે જાણીશું....
• પહેલું અને બીજા અઠવાડિયા દરમિયાન અંડાશયમાં સ્ત્રી બીજ બનવાની શરૂઆત થાય છે. સ્ત્રીબીજ ધીમે ધીમે મોટું થાય છે અને 13, 14 દિવસની આસપાસ સ્ત્રી બીજ છૂટું પડે છે. જો કોઈને મોડું માસિક આવતું હોય તો સ્ત્રી બીજ મોડું છૂટું પડે છે. સ્ત્રીબીજ છૂટું પડીને નળીમાં જાય છે. જ્યારે સ્ત્રીબીજ છૂટું પડે છે ત્યારે શારીરિક સંબંધ રાખવામાં આવે તો શુક્રાણુ યોની મારફતે ગર્ભાશયના મુખમાં પ્રવેશે છે. મુખમાંથી ગર્ભાશયમાં જાય છે અને ત્યાંથી ગર્ભાશયમાં નળીનો ભાગ ખુલે છે તેમાંથી નળીમાં પ્રવેશે છે.
• અંડાશય બાજુથી આવેલું સ્ત્રીબીજ(ovum) અને ગર્ભાશય(uterus) બાજુથી આવેલું શુક્રાણુ(sperm) બંનેનું નળીમાં મિલન થાય છે અને ગર્ભ(embryo) બને છે.
• ત્રીજા અઠવાડિયામાં સ્ત્રીબીજના ફલન થયા પછી નળીમાં જ સ્ત્રીબીજ અને શુક્રાણુ બંને કોષો મળીને બે કોષો બને છે આ બે કોષો બેવડાઈ 4 બને છે પછી 8 બને છે. 16, 32 એમ કોષો બેવડાતા જતા બ્લાસ્ટોસીસ્ટ(blastocyst) બને છે. હવે તેની સફર ગર્ભાશય સુધી જવાનું શરૂ કરી દેશે અને નળીમાંથી ગર્ભાશયમાં જશે.
• ચોથા અઠવાડિયામાં બ્લાસ્ટોસીસ્ટ દડો એટલે કે ગર્ભ એ ગર્ભાશયની દિવાલ એન્ડોમેટ્રિયમમાં( endometrium) પ્રત્યારોપણ(implantation) કરે છે. પ્રત્યારોપણ થયા બાદ ગર્ભ બે ભાગમાં વહેંચાઈ જાય છે. અડધા ભાગમાં બાળક બનશે અને અડધા ભાગમાં મેલી એટલે કે પ્લાસેન્ટ(placenta) બનશે.
• બીજો મહિનો એટલે કે પાંચ, છ, સાત અને આઠમું અઠવાડિયુ આ અઠવાડિયા દરમિયાન ગર્ભ બે ભાગમાં વહેંચાય છે. તેમાં જે ભાગ ગર્ભ બનવાનો છે તે ત્રણ ગડીઓમાં વહેંચાય છે અને ત્રણેય ગડીઓમાં અલગ અલગ કોષો અલગ અલગ અંગો બને છે.

પહેલી કડી એન્ડોડર્મ (ENDODERM)
તેમાંથી ફેફસાં, પાચનતંત્ર એટલે કે આંતરડા, લિવર પકવાશય, પિતાશય, મુત્રાશય, થાઈરોઈડ અને પેરાથાઈરોઇડ ગ્રંથિ બનશે.
વચ્ચેની કડી મેઝોડર્મ (MESODERM)
તેમાંથી સ્નાયુઓ, હૃદય, અન્નનળી, શ્વાસનળી, જનન અંગો, કિડની, હાડકાં, હાથ-પગ બનશે.
ત્રીજી કડી એકટોડર્મ (ECTODERM)
તેમાથી વાળ, ચામડી, આંખો, ચેતાતંત્ર અને પિતટ્યુટરી ગ્રંથિ બને છે.

• મેલી (PLACENTA) જે ગર્ભાશયની દિવાલ સાથે ચોટેલી અને ગર્ભાશયને મળતું લોહી મેલીમાંથી શુદ્ધ થઈ બાળકની નાળમાં આવેલી રક્તવાહિનીઓથી બાળકને મળે છે અને પાછું બાળકમાંથી માતામાં જાય છે.
• પાચમાં અઠવાડિયે હૃદય પણ પોતાનો આકાર લેવા લાગ્યું છે. સૌથી પહેલા રક્તપરીશ્રણ તંત્ર અને હૃદય તૈયાર થાય છે પરંતુ હજુ કામ કરવા યોગ્ય નથી હોતું. ન્યુરલ ટ્યુબ પણ બનવાની શરૂ થઈ ગઈ હોય છે જેમાંથી આગળ જતાં ગર્ભશિશુનું મગજ અને કરોડરજજુ બનવાનું છે.
• છઠ્ઠા અઠવાડિયે ગર્ભ ધીમે ધીમે C આકારનો બને છે. જે આશરે 6 કે 7 mm નો ચોખાના દાણા જેટલો હોય છે. જેમાં છાતીના આગળના ભાગમાંથી હૃદય ઉપસી આવે છે અને માથાનો ભાગ વધારે ઉપસીને મોટો લાગે છે.
 આખો ગર્ભ વળાંક લઈ તેની પૂંછડી બને છે જે નાના ગર્ભ જેવો દેખાય છે. આ સમયમાં અંદરથી હૃદય, મગજ અને કરોડરજ્જુ બનવાનું શરૂ થાય છે. - સોનોગ્રાફીમાં કેટલીક વાર ધબકારા પણ જોવા મળે છે જેમ નાના અંકુર ફૂટે એવી રીતે નાના નાના અંકુર રૂપે હાથ અને પગ ફૂટી નીકળે છે.
 માથાની નીચે થોડા અને બંને બાજુ નાના નાના છિદ્ર દેખાય છે જે સમય જતા કાન બનશે.
 ચહેરા પર બંને બાજુ ચામડી જાડી થાય છે એ આંખ બનશે.
 આખો ગર્ભ પાતળી ચામડીથી ઢંકાયેલો હશે.
• સાતમા અઠવાડિયે ગર્ભના માથાનો ભાગનો વિકાસ વધે છે. એટલે કે શરીરના અન્ય ભાગ કરતા માથાનો ભાગ વધારે મોટો લાગે છે. માથું ગોળાકારની જગ્યાએ લંબગોળ હોય છે. આ માથામાં થોડા નાકના છીદ્ર, આંખ, નાક અને કાન વધારે સ્પષ્ટ દેખાય છે.
 તેની લંબાઈ પણ વધે છે અને 1 cm જેટલો લાંબો થાય છે.
 પગના કુમળા અંકુર હવે તેમાં કાર્ટીલેજ એટલે કે મજ્જાતંતુ ભરાતા થોડું કણ થાય છે એટલે કઠણ થાય છે. જેમાંથી હાડકાં બનશે.
 હાથના અંકુર વધારે લાંબા દેખાય છે. જેમાં છેડાના ભાગ થોડા ચપટા થશે જેમાંથી હથેળી બનશે.
 ચેતાકોષોનો જલ્દી વિકાસ થઈ મગજ અને કરોડરજ્જુ આકાર લેવાનો શરૂ થાય છે.
 શિશુના નીચેના ભાગમાંથી બીજના અંકુરની જેમ પગ ફૂટે છે અને આગળના અઠવાડિયે હાથના અંકુર ફૂટેલા તેમાંથી હવે પંજા જેવો આકાર તૈયાર થઈ જશે.
 સાતમું અઠવાડિયું સોનોગ્રાફી માટે હોય છે જેમાં જેમાં ગર્ભનું કદ કેટલું હોય છે, તેના ધબકારા છે કે નહીં, ગર્ભાશય અંડાશયમાં કોઈ ખામી છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે.
• આઠમા અઠવાડિયે પગના અંકુરોમાંથી પગનો આકાર બનવાનો શરૂ થાય છે અને હાથની હથેળીઓમાંથી આંગળીઓ બનવાનું શરૂઆત થાય છે.
 આંખો અને કાનનો આકાર વધારે સ્પષ્ટ થાય છે. નાક અને ઉપરનો હોઠ બને છે.
 કમર અને ગરદન ધીમે ધીમે સીધી થવાની શરૂઆત થાય છે.
 શિશુનું હૃદય એક મિનિટમાં 150 થી 160 વાર ધબકવાનું શરૂ કરે છે.
 ત્રીજો મહિનો એટલે કે 9 થી 13 અઠવાડિયાનો ગર્ભશિશુ. આ દરમિયાન ગર્ભશિશુ પૂર્ણ રીતે બની ગયું હોય એવો અહેસાસ થાય છે. માથુ સરસ રીતે શિશુની જેમ વિકાસ પામે છે.
 નાની માંસપેશીઓનું સર્જન થાય છે. તેથી તે હાથ-પગ પણ હલાવી શકે છે. પરંતુ તેનો અહેસાસ માતાને થતો નથી.
 શિશુના હાડકાં, કાર્ટીલેજ, ઘૂંટણ, ઘૂંટી બની ગયા હોય છે. હાથની કોણીઓ અત્યારથી જ કામ કરે છે.
 પેઢામાં બેબીદાંત ઉગવાની શરૂઆત થઈ ગઈ હોય છે.
 માથા પર વાળ, હાથ-પગના નખના વેઢા નીકળવાની તૈયારી હોય છે.
 નાકના બંને નસકોરા પણ બને છે. મોમાં જીભ અને તાળવું બને છે.
 પાચનતંત્ર સંકોચાવવાનો અભ્યાસ શરૂ કરી દે છે અને શિશુના પેટમાં આંતરડાઓ એની જગ્યાએ ગોઠવાઈ જાય છે.
 બોર્નમેરો, સફેદ રક્તકણો, કોશિકાઓ બની જાય છે તેથી શિશુ તેની આજુબાજુના દરેક કીટાણુઓથી લડી શકે છે.

• આમ, ત્રીજા મહિને નવમા અઠવાડિયાથી ધીમેધીમે વિકાસ થતાં 13 માં અઠવાડિયા સુધી લગભગ ગર્ભ જોતા એક સંપૂર્ણ માનવ બાળક હોય તેવું દેખાય છે. અને સરસ રીતે હલનચલન પણ કરે છે.
• ત્રણ મહિના પૂરા થતાની સાથે જ ત્રણ મહિનાનો સોનોગ્રાફી અને એની સાથે રંગસૂત્રોની તપાસ થતી હોય છે. કે જેમાં 13, 18, 21 નંબરના રંગસૂત્રોની કોઈ ખામી છે કે નહિ તેનું 70% નિદાન આ સોનોગ્રાફીથી થાય છે.
• આ ઉપરાંત ગર્ભનો વિકાસ, હલનચલન કરે છે કે નહીં ? મુખની લંબાઈ કેટલી છે ? પાણી બરોબર છે કે નહીં ? ગર્ભના કેટલાક અંગો અથવા તેમાં કોઈ ખામી છે કે નહીં તેનું નિદાન પણ કરી શકાય છે.

આજે આપણે જાણ્યું કે પ્રેગનેન્સીના શરૂઆતના ત્રણ મહિનામાં ગર્ભનો વિકાસ ધીમેધીમે કેવી રીતે થતો હોય છે, વિકાસને અનુસાર આપણે ક્યારે સોનોગ્રાફી કરવાનો છે. એ સોનોગ્રાફીમાં શું જોવાનું છે કે જેથી બાળકમાં કોઈ ખોડખાંપણ અથવા કોઈ ખામી છે કે તેનું નિદાન થઈ શકે. તેથી તમારા ડોક્ટર દ્વારા જે પણ સલાહ આપવામાં આવે તે ચોક્કસ રીતે માનવી.

MATULYA IVF & WOMAN CARE
209, Mangaldeep complex, Hirabaug, Varachha Road, Surat
For appointment call- 93773 80881
For IVF inquiry call- 95747 38383

Email:
[email protected]

YouTube:-
https://youtube.com/channel/UCL1SdqKG...

Facebook:-
https://www.facebook.com/matulyaivfce

Instagram:-
https://www.instagram.com/invites/con

Website:-
www.matulyaivfcenter.com

SERVICE OFFERD BY MATULYA IVF & WOMAN CARE
- In Vitro Fertilization (IVF) Treatment
- Intrauterine Insemination (IUI) Treatment
- Donor Treatments
- Laproscopy & Hysteroscopy
- Infertility Treatment in Males
- Infertility Treatment in Females
- Intracytoplasmic S***m Injection (ICSI) Treatment
- IVF Pregnancy Treatment
- Surrogacy Services
- Pregnancy Care
- Cancer & Woman Care
- Gynec Surgery.

ગર્ભમાં બાળક ઊંધું છે કે સીધું એટલે શું .....?  પ્રેગનેન્સી દરમિયાન જ્યારે દર્દી તપાસ માટે આવે છે ત્યારે તેમનો સવાલ હોય ...
04/09/2023

ગર્ભમાં બાળક ઊંધું છે કે સીધું એટલે શું .....?

પ્રેગનેન્સી દરમિયાન જ્યારે દર્દી તપાસ માટે આવે છે ત્યારે તેમનો સવાલ હોય છે કે મારું બાળક સીધું છે, ઊંધું છે કે આડું છે.
બાળક સીધુ, ઊંધું કે આડુ ક્યારે કહેવાય...?
• પ્રેગ્નન્સી દરમિયાન દર્દીનો જ્યારે પાંચમાં મહિને સોનોગ્રાફી કરાવવામાં આવે છે ત્યારે તેમાં ક્યારેક બાળક સીધું, ઊંધું કે આડુ છે એમ લખેલું હોય છે. અને તેના પરથી દર્દી પૂછે છે કે બાળક સીધુ છે કે ઊંધું છે.
• આઠ મહિના પછી જ્યારે દર્દીને ડોક્ટર દ્વારા સમજાવવામાં આવે છે કે તમારા બાળકની પોઝિશન ઉંધી છે અથવા આડી છે. ત્યારે દર્દીને પ્રશ્ન થતો હોય છે કે મારું બાળક ઊંધું હતું તો પહેલાથી અમને જાણ કેમ ન કરી.
• તો વાસ્તવિક એવી હોય છે કે સાતમા મહિના પહેલા બાળક આખું ગોળ ફરતું હોય છે. અને તેમાંથી 25 થી 30 ટકા બાળકોમાં બાળક ઊંધું હોય છે, આડુ હોય છે. પરંતુ તેમાંથી માત્ર 7 થી 8 ટકા સુધીના બાળકો 32 અઠવાડિયા સુધીમાં ઉંધા અથવા આડા હોય છે. તેમાંથી પણ 2 થી 3 ટકા બાળકો જ ડિલેવરી સમયે આડા અથવા ઊંધા હોય છે. બાકીના લગભગ બધા બાળકો માથાના વજનના કારણે સીધા થઈ જાય છે.

બાળકને સીધું, ઊંધું, આડું ક્યારે કહી શકાય ?
• બાળકના માથાનો ભાગ જ્યારે માતાના પેઢુના ભાગમાં હોય છે ત્યારે તેને સીધું કહી શકાય. જેને સેફેલીક (cephalic) પોઝિશન કહેવાય છે. અથવા સોનોગ્રાફીમાં Vertex પોઝિશન પણ કહી શકાય છે.
• જ્યારે બાળકના માથાનો ભાગ માતાના છાતીના ભાગ તરફ હોય છે ત્યારે બાળક ઊંધું કહેવામાં આવે છે. એટલે કે Breech પોઝિશન કહેવામાં આવે છે.
• જ્યારે બાળકના માથાનો ભાગ માતાના કોઈપણ એક પડખાના ભાગ બાજુએ હોય, ડાબી બાજુ કે જમણી બાજુના પડખામાં હોય ત્યારે તે બાળકને Transverse એટલે કે આડુ કહેવામાં આવે છે.

આ પોઝિશન જાણવી શા માટે અગત્યની હોય છે ?
• બાળકની ડિલેવરી સમયે બાળકનું માથું નીચે હોય તો તેમની ડિલેવરી સહજતાથી થતી હોય છે.
• જ્યારે બાળક આડું હોય છે ત્યારે તેમની ડિલેવરી કોઈપણ સંજોગોમાં થતી નથી અને તેમાં સિઝેરિયન ઓપરેશનની જરૂર પડતી હોય છે.
• જ્યારે બાળક ઊંધું હોય છે ત્યારે તેમાં કેટલાક સંજોગોમાં નોર્મલ ડિલેવરી થવાની શક્યતા હોય છે. પરંતુ ડિલેવરી થવાના થોડા જોખમ પણ હોય છે જેમ કે બાળકનો કમરનો ભાગ નરમ હોવાથી બહાર નીકળી જાય પરંતુ માથું કઠણ હોવાથી ફસાવવાની તકલીફ થઇ શકે જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે તો બાળક ને કાચની પેટીમાં દાખલ કરવું પડે આવું ન થાય તે માટે અથવા આવું જોખમ લેવા ન માંગતા દર્દી એ સીઝેરીયન ઓપરેશન કરવું પડે તેથી બાળકની પોઝિશન ડિલેવરી પહેલા જાણવી ખૂબ જ અગત્યની હોય છે.

હવે જાણીશું કે બાળકની પોઝિશન કઈ રીતે છે તે કઈ કઈ પદ્ધતિથી જાણી શકાય ?
• સૌપ્રથમ પેટ પરની એટલે કે પર એબડોમીનલ એક્ઝામિનેશનની પદ્ધતિથી બાળકનું માથું ક્યાં છે તે જાણી શકાતું હોય છે.
• પરવજાઈનલ એટલે કે યોની માર્ગથી જ્યારે હાથથી તપાસ કરવામાં આવે છે. આ પદ્ધતિથી પણ જાણી શકાય છે.
• સોનોગ્રાફી પદ્ધતિ કે જેનાથી બાળકના અંગો ઉપરથી અથવા તેના માથાની પોઝિશન પરથી બાળક આડું, ઊભું કે ત્રાસુ છે કે નહીં તે જાણી શકાય છે.........

MATULYA IVF & WOMAN CARE
209, Mangaldeep complex, Hirabaug, Varachha Road, Surat
For appointment call- 93773 80881
For IVF inquiry call- 95747 38383

Email:
[email protected]

YouTube:-
https://youtube.com/channel/UCL1SdqKG...

Facebook:-
https://www.facebook.com/matulyaivfce

Instagram:-
https://www.instagram.com/invites/con

Website:-
www.matulyaivfcenter.com

SERVICE OFFERD BY MATULYA IVF & WOMAN CARE
- In Vitro Fertilization (IVF) Treatment
- Intrauterine Insemination (IUI) Treatment
- Donor Treatments
- Laproscopy & Hysteroscopy
- Infertility Treatment in Males
- Infertility Treatment in Females
- Intracytoplasmic S***m Injection (ICSI) Treatment
- IVF Pregnancy Treatment
- Surrogacy Services
- Pregnancy Care
- Cancer & Woman Care
- Gynec Surgery

Address

209, Mangaldeep Complex, Hirabaug, Varachha Road
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Matulya ivf posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Matulya ivf:

Videos

Share

Nearby clinics


Other Women's Health Clinics in Surat

Show All

You may also like