JOGI Ayurved

JOGI Ayurved We are NABH certified Ayurvedic hospital. We started serving from 2005.
(7)

Jogi Ayurved Hospital is having all modern facilities with a traditional touch in surat, offering Health Care Services and Products through the use of the ancient and authentic Indian wisdoms and sophisticated health care facilities. The hospital has divisions like Panchkarma Treatment, Garbh Sanskar and a pharmacy for production of Ayurvedic Medicines. With a legacy of having treated more than 1

Lakh patients in last 16 years, JOGI Hospital remains the best treatment centre in entire south Gujarat. The Hospital has received numerous awards for groundbreaking work in spreading Ayurveda on this planet.

21/04/2024

વજન ન ઘટવાનું મોટું કારણ છે દિવાસ્વાપ. દિવાસ્વાપ એટલે શું?

બપોરે લાંબો સમય સુધી સુવાને દિવાસ્વાપ કહેવામાં આવે છે.

જે લોકો રાત્રે મોડે સુધી જાગતા રહે છે એમને વાયુ ને લગતા રોગો થવાની શક્યતા વધે છે, સાથે કફ અને વજન પણ વધે છે. રાત્રિ ની સારી ઊંઘ સારા સ્વાસ્થ્ય ની નિશાની છે, જો તમે સ્વસ્થ રહેવા માંગો છો અને વજન વધતું અટકાવા માંગો છો તો તમારે બપોરે સુવાનું ટાળવું જોઈએ.

ચાલો જાણીએ કે દિવાસ્વાપ કેટલું યોગ્ય છે? એની વિસ્તૃત માહિતી મેળવો જોગી આયુર્વેદના ડૉ. દેવાંગી જોગલ પાસેથી આ વિડિયોના માધ્યમથી.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

રજિસ્ટ્રેશન લિંક માટે DM કરો..*Registration is free but Registration is compulsory.**Pregnancy Planning Couple can regis...
18/04/2024

રજિસ્ટ્રેશન લિંક માટે DM કરો..

*Registration is free but Registration is compulsory.*

*Pregnancy Planning Couple can register*

https://docs.google.com/forms/d/e/1FAIpQLSen16ywtDAJBi5mAnn6DEhntijci5W__l3QM7gD9C018Djh4w/viewform?usp=sf_link

*Please open the link above and fill out the registration form*

રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો:

+91 99253 94276, 84807 57262

સંબંધ નો સમન્વય : સમજણ થી સર્જન સુધી.

સો પ્રથમ વાર તબીબી વિજ્ઞાનનો સંગમ: એક મંચ પર ત્રણ પદ્ધતીઓ એલોપેથી,હોમિયોપીપેથી અને આયુર્વેદા

તારીખ : ૨૧, એપ્રીલ ૨૦૨૪, રવિવાર
બપોરે : ૦૩:૦૦ થી ૦૬:૦૦ સુધી

સ્થળ:-સરદાર પટેલ સ્મૃતી ભવન
ખોડીયાર નગર, હીરા નગર રોડ, મીની બજાર, વરાછા મેઈન રોડ, સુરત-૩૯૫૦૦૬.

સુવર્ણપ્રાશન બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ શરૂઆત છે.તે બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે,અને બાળકના શાર...
13/04/2024

સુવર્ણપ્રાશન બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ શરૂઆત છે.
તે બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે,
અને બાળકના શારીરિક વિકાસ અને બુદ્ધિમત્તા માટે ઉપયોગી છે.

પુષ્યનક્ષત્રના શુભ અવસરે જોગી પંચકર્મ હોસ્પિટલમાં તારીખ 16/04 ના રોજ સવારે 09:30 થી સાંજના 06:00 વાગ્યા સુધી મફત સુવર્ણપ્રાશન આપવામાં આવશે.

વધુ માહિતી માટે +91 8320305210 પર સંપર્ક કરો.

11/04/2024
જોગી આયુર્વેદ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઉજવી રહ્યું છે "નીમ ઉત્સવ". આ કાર્યક્રમ 11 મી અને 12 મી એપ્રિલ 2024 ના રોજ યોજા...
09/04/2024

જોગી આયુર્વેદ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઉજવી રહ્યું છે "નીમ ઉત્સવ". આ કાર્યક્રમ 11 મી અને 12 મી એપ્રિલ 2024 ના રોજ યોજાશે. અમે અમારા તમામ મિત્રો, પરિવારજનો અને શુભેચ્છકોને આ શુભ અવસરમાં જોડાવા આમંત્રણ આપીએ છીએ.

આ નીમ ઉત્સવ માં વિના મૂલ્યે લીમડાના રસ નું વિતરણ કરવામાં આવશે અમે આશા રાખીએ છીએ આ ઉત્સવ તમારા આરોગ્ય માટે લાભદાયી સાબિત થાય.

વધુ માહિતી માટે +91 8320305210 પર સંપર્ક કરવા વિનંતી.

07/04/2024

આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય એ ત્રણ આપણા શરીરના મુખ્ય સ્તંભો છે જે આપણા શરીરને સ્થિરતા અને શક્તિ પ્રદાન કરે છે. તેમાંનું એક નિંદ્રા - એ મનુષ્યના શરીર અને મનને સંતુલિત રાખવા માટે આવશ્યક છે. અનિદ્રા અને વધુ પડતી નિંદ્રા એ આજકાલ ઘણા વ્યક્તિઓની સમસ્યા છે. તમારી નિંદ્રા કેવી છે અને કયા પ્રકારની છે એ પણ તમારા રોજિંદા જીવનને પ્રભાવિત કરે છે.

આ વિડિયોમાં ડૉ. દેવાંગી જોગલ દ્વારા તમને બધી માહિતી મળશે કે નિંદ્રા નો અર્થ શું છે? નિંદ્રાના કેટલા પ્રકાર છે? અને અનિદ્રાના આયુર્વેદિક ઉપચાર વિશે.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

"We Are Happy To See You Happy"Your happiness motivates us to give you always better & better.CONSULT US ONLINE - +91 88...
02/04/2024

"We Are Happy To See You Happy"

Your happiness motivates us to give you always better & better.

CONSULT US ONLINE - +91 8800118053.

24/03/2024

પહેલાના સમયમાં, Auto-immune disorder લોકોમાં એટલું જોવા મળતું નહોતું, જેટલું હવે જોવા મળે છે.આ રોગના કારણે શરીરમાં બીજા ઘણા રોગો થાય છે. ખરેખર આ auto immune disorder શું છે,તે શરીર પર કેવી અસર કરે છે, એના મુખ્ય કારણો શું છે એ આપણે જાણવું જોઈએ. આયુર્વેદ Auto-immune disorder માટે ઉત્તમ સારવાર પ્રદાન કરે છે જે વ્યક્તિને લાંબા સમય સુધી સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

ચાલો જાણીએ આયુર્વેદની દૃષ્ટિએ Auto-immune disorder અને તેની સારવાર વિશે ડૉ. દેવાંગી જોગલ દ્વારા આ વિડિયોના માધ્યમથી.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

સુવર્ણપ્રાશન બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ શરૂઆત છે.તે બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે,અને બાળકના શાર...
16/03/2024

સુવર્ણપ્રાશન બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ શરૂઆત છે.
તે બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે,
અને બાળકના શારીરિક વિકાસ અને બુદ્ધિમત્તા માટે ઉપયોગી છે.

પુષ્યનક્ષત્રના શુભ અવસરે જોગી પંચકર્મ હોસ્પિટલમાં તારીખ 20/03 ના રોજ સવારે 09:30 થી સાંજના 06:00 વાગ્યા સુધી મફત સુવર્ણપ્રાશન આપવામાં આવશે.

વધુ માહિતી માટે +91 8320305210 પર સંપર્ક કરો.

10/03/2024

કોઈની વાત ને સારી રીતે સાંભળવા, સમજવા અને સ્વીકારવાથી તેના માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થાય છે. Catharsis Therapy એક ચિકિત્સાત્મક પ્રક્રિયા છે જેમાં વ્યક્તિના મનનો કચરો બહાર કાઢવા તેને વધારે માં વધારે સાંભળવો પડે છે. લગભગ 80% રોગો psychosomatic હોય છે.

ડૉ. દેવાંગી જોગલ અને શ્રી. નિલેશ જોગલ દ્વારા આ વિડિયોના માધ્યમથી ચાલો જાણીએ કે ફક્ત સહાનુભૂતિ સાથે કોઈને સાંભળવુ પણ કેટલું ફાયદેમંદ છે? શા માટે આ Empathic listening જરૂરી છે?

07/03/2024

We are live from JOGI Panchkarma Hospital.

01/03/2024

બોર્ડની પરીક્ષા દરમિયાન બાળકો ખૂબ જ ચિંતિત રહે છે. બોર્ડની પરીક્ષા વસંત ઋતુ દરમિયાન આવે છે જે વખતે અનેક રોગો ફેલાયેલા હોય છે. પરીક્ષા દરમિયાન બાળકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જાણો જોગી આયુર્વેદ હોસ્પિટલના ડૉ. દેવાંગી જોગલ દ્વારા આ વિડિયોના માધ્યમથી.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

25/02/2024

PCOD જે સ્ત્રીના શરીરમાં હોર્મોનલ અસંતુલનના પરિણામે દેખાય છે. આના કારણે અનિયમિત પીરિયડ્સ, ક્યારેક વધારે રક્તસ્ત્રાવ, ચહેરાના વાળ, અને વજનમાં વધારો થાય છે. આજે, PCOD સ્ત્રીઓમાં વંધ્યત્વનું મુખ્ય કારણ બની ગયું છે. તેમ છતાં, PCOD એ એક ગંભીર Disorder છે, PCOD ને થતું અટકાવવા માટે જો થોડીક વસ્તુઓ નું ધ્યાન રાખીશું તો તે સંપૂર્ણ રીતે સારું થઈ શકે છે. ચાલો, આપણે જાણીએ જોગી આયુર્વેદના ડૉ. દેવાંગી જોગલ પાસેથી PCOD થતું અટકાવવા ના ઉપાય આ વિડિયો દ્વારા.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

સુવર્ણપ્રાશન બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ શરૂઆત છે.તે બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે,અને બાળકના શાર...
20/02/2024

સુવર્ણપ્રાશન બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ શરૂઆત છે.
તે બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે,
અને બાળકના શારીરિક વિકાસ અને બુદ્ધિમત્તા માટે ઉપયોગી છે.

પુષ્યનક્ષત્રના શુભ અવસરે જોગી પંચકર્મ હોસ્પિટલમાં તારીખ 22/02 ના રોજ સવારે 09:30 થી સાંજના 04:30 વાગ્યા સુધી મફત સુવર્ણપ્રાશન આપવામાં આવશે.

વધુ માહિતી માટે +91 8320305210 પર સંપર્ક કરો.

11/02/2024

પહેલાના સમયમાં કોઈ બીમારીને લઈને આટલી સર્જરી- ઓપરેશન નહોતી થતી જેટલી આજના સમયમાં થાય છે. પણ હા, એ પણ હકીકત છે કે આજની આધુનિક તકનિકી ની મદદથી આજે surgery સહેલી બની છે. પરંતુ હવે નાના મોટા શરીરમાં આવતા કોઈ પણ વિલંબને દૂર કરવા માટે જલ્દીથી સહેલાઈથી surgery કરાવી દેવા માટે લોકો તૈયાર થઈ જાય છે. અહીં થોડું ચેતી જવું જરૂરી છે. શું ખરેખર તેમને જે બીમારી છે તેનું તરત જ ઓપરેશન કરાવી દેવું જરૂરી છે? શું કમર ના દુઃખાવા કે ઘૂંટણના દુઃખાવા જેવી બીમારી માં તરત surgery કરાવવી આવશ્યક છે? ચાલો જાણીએ આ વિડિયોમાં જોગી આયુર્વેદ હોસ્પિટલના ડૉ. દેવાંગી જોગલ દ્વારા.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

06/02/2024

સુવર્ણપ્રાશન બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ શરૂઆત છે.તે બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે,અને બાળકના શાર...
23/01/2024

સુવર્ણપ્રાશન બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ શરૂઆત છે.
તે બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે,
અને બાળકના શારીરિક વિકાસ અને બુદ્ધિમત્તા માટે ઉપયોગી છે.

પુષ્યનક્ષત્રના શુભ અવસરે જોગી પંચકર્મ હોસ્પિટલમાં તારીખ 25/01 ના રોજ સવારે 09:30 થી સાંજના 06:00 વાગ્યા સુધી મફત સુવર્ણપ્રાશન આપવામાં આવશે.

વધુ માહિતી માટે +91 8320305210 પર સંપર્ક કરો.

Graced our entire team with their auspicious presence....Vaidya Uday Talhar and Vaidya Chandrakumar Deshmuk visited JOGI...
23/01/2024

Graced our entire team with their auspicious presence....

Vaidya Uday Talhar and Vaidya Chandrakumar Deshmuk visited JOGI Ayurved and inspired the team.

22/01/2024

જોગી આયુર્વેદ હોસ્પિટલના તમામ સભ્યો દ્વારા રંગોલી , દિવા અને રામ ભગવાનની આરતી કરી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી

07/01/2024

શિયાળામાં વાતાવરણ સૂકું થઈ જાય છે જેના લીધે ચામડી પણ સૂકી થઈ જાય છે અને જેના લીધે ચામડીના રોગો રોગો ખૂબ જ વધી જાય છે.

તે ઉપરાંત ઠંડીમાં એલર્જી, શરદી ખાંસી, કફ, સાંધાના દુખાવા, પગમાં વાઢિયા પડી જવા એવી સમસ્યાઓ પણ ખૂબ જોવા મળે છે. આ બધી જ સમસ્યાઑ માં જો થોડાક ઘરેલુ ઉપચાર કરવામાં આવે તો આ સમસ્યાને આપણે ઘરે બેઠા જ દૂર કરી શકીશું.

ચાલો જાણીએ આ વિડિયોમાં જોગી આયુર્વેદ હોસ્પિટલના ડૉ. દેવાંગી જોગલ દ્વારા આ સમસ્યાઑ માટે ના અદભૂત ઘરગથ્થું ઉપચાર.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

સુવર્ણપ્રાશન બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ શરૂઆત છે.તે બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે,અને બાળકના શાર...
27/12/2023

સુવર્ણપ્રાશન બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ શરૂઆત છે.
તે બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે,
અને બાળકના શારીરિક વિકાસ અને બુદ્ધિમત્તા માટે ઉપયોગી છે.

પુષ્યનક્ષત્રના શુભ અવસરે જોગી પંચકર્મ હોસ્પિટલમાં તારીખ 29/12 ના રોજ સવારે 09:30 થી સાંજના 06:00 વાગ્યા સુધી મફત સુવર્ણપ્રાશન આપવામાં આવશે.

વધુ માહિતી માટે +91 8320305210 પર સંપર્ક કરો.

24/12/2023

દરેક સિઝનના ફાયદા અને ગેરફાયદા હોય છે. બદલાતી ઋતુની સાથે લોકોની ખાવાની આદતો પણ બદલાતી રહે છે. એવા ઘણા પ્રકારના શિયાળાના ખોરાક છે જે માત્ર સ્વાસ્થ્યપ્રદ નથી પણ સ્વાદિષ્ટ પણ છે (શિયાળા માટે શ્રેષ્ઠ ખોરાક) જો શિયાળામાં આ વસ્તુઓનો ઉપયોગ ખાવામાં કરવામાં આવે જેને શિયાળા ના પંચરત્નો તરીકે પણ ઓળખવામાં આવે છે. જે તમને માત્ર શિયાળામાં જ નઇ આખું વર્ષ પણ સ્વાસ્થ્યને તંદુરસ્ત રહેવામાં મદદરૂપ થાય છે.

ચાલો આપણે વિસ્તારપૂર્વક જાણીએ આ શિયાળાના પંચરત્નો વિશે જોગી આયુર્વેદના ડૉ. દેવાંગી જોગલ પાસેથી આ વિડીયોના માધ્યમથી.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

10/12/2023

જઠરાગ્નિ એટલે શું? શું શરીરમાં પણ કોઈ અગ્નિ હોય છે?

હા, જઠરાગ્નિ એટલે સાદી ભાષામાં શરીર ની પાચન કરવાની શક્તિ.

આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં પંચમહાભૂતના 5 ભૂતાગ્ની, સાત ધાતુઓના 7 ધાત્વાગ્ની અને એક જઠરાગ્નિ - એમ કુલ 13 પ્રકારના અગ્નિ રહેલા છે. આ અગ્નિ શરીરમાં થતી બધી ચયાપચયની ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે.

જઠરાગ્નિ પણ અલગ અલગ પ્રકારની હોય છે.તમે ઘણા લોકો માં જોયું હશે કે જેમને ખૂબ જ ઓછી ભૂખ લાગે અને એક ટાઈમ જમવાનું ન મળે તો પણ ચાલે., જ્યારે ઘણા લોકો એવા હોય કે જેમને વારંવાર ભૂખ લાગે અને દર 2-3 કલાકે કંઇક ખાવા જોઈએ જ. આવું કેમ હોય છે ? આવું હોવાનું કારણ શરીરની જઠરાગ્નિ જ છે.

આયુર્વેદ પ્રમાણે જઠરાગ્નિ 4 પ્રકારની હોય છે.
1) સમાગ્નિ
2) વિષમાગ્નિ
3) તીક્ષ્ણાગ્નિ
4) મંદાગ્નિ

ચાલો જાણીએ જઠરાગ્નિ વિષે જોગી આયુર્વેદ ના ડૉ. દેવાંગી જોગલ પાસે થી આ વિડિયો દ્વારા.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

26/11/2023

હાઇપરથાઇરોઇડ અને હાઇપોથાઇરોઇડ એ બે સૌથી સામાન્ય અંતઃસ્ત્રાવી વિકૃતિઓ છે જે થાઇરોઇડ ગ્રંથિની ખામીને પરિણામે ઉદ્દભવે છે. જ્યારે તમારી ગરદનમાં આ મહત્વપૂર્ણ બટરફ્લાય આકારની ગ્રંથિ કે જે માનવ શરીરના ચયાપચય, વૃદ્ધિ અને વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે તે તેની પોતાની કાર્યક્ષમતા પર કામ કરતી નથી ત્યારે તે એકંદર અસંતુલનનું કારણ બને છે જો કે આધુનિક વિજ્ઞાન કહે છે કે થાઈરોઈડની સમસ્યાઓનો ઈલાજ કરી શકાતો નથી તે ફક્ત મેનેજ કરી શકાય છે. પરંતુ આયુર્વેદ માં કહેવામાં આવ્યું છે કે જો થાઈરૉઈડ નું યોગ્ય સમયે નિદાન થાય અને આયુર્વેદ દવા સમયસર ચાલુ કરવામાં આવે તો થાઈરૉઈડને મટાડી પણ શકાય છે.

આ વિડિયોમાં ડૉ. દેવાંગી જોગલ દ્વારા તમને બધી જ માહિતી મળશે કે તમને થાઈરોઈડની સમસ્યા કેમ ઊભી થાય છે? થાઈરૉઈડના લક્ષણો શું છે? અને થાઈરૉઈડ રોગના ઘરગથ્થું ઉપચાર.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

23/11/2023

દિવાળી ના પાવન પર્વ પછી આવતા તુલસી વિવાહ ના પર્વ નું ધાર્મિક રીતે મહત્વ તો ખરુજ, પરંતુ શું તમે જાણો છો કે, તુલસી વિવાહ કે તુલસી પૂજા નું મહત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એટલુંજ છે? આપણા આયુર્વેદ ના શાસ્ત્રો માં પણ તુલસી વિવાહ નો ઉલ્લેખ તેમજ, તુલસી ના સ્વાસ્થ્ય માટે અનેક ફાયદાઓ નું વિસ્તૃત વર્ણન છે.

ચાલો જાણીએ જોગી આયુર્વેદ હોસ્પિટલના ડૉ. દેવાંગી જોગલ પાસેથી તુલસી વિવાહ નું મહત્વ આ વિડિયોના માધ્યમથી.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

12/11/2023

દિવાળીનો તહેવાર આવે એટલે ઘરે ઘરે ખુશીઓ લાવે.દરેક તહેવારને ઉજવવાની વર્ષોની એક પરંપરા હોય છે.જો આપણે તહેવારોને આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારો પ્રમાણે ઉજવીએ તો તેનો આનંદ અનોખો હોય છે. આજના આધુનિક જમાનામાં ઘી તેલ ના દીવડાની જગ્યાએ કૃતિમ લાઈટવાળા દીવા આવી ગયા, ઘરની મીઠાઈ બનાવટો ની જગ્યાએ બજારની તૈયાર મીઠાઈ આવી ગઈ.અમુક બાબતો ધ્યાનમાં રાખવી જ જોઈએ.

ચાલો આ વિડિઓના માધ્યમથી જોગી આયુર્વેદના સંસ્થાપક શ્રી નિલેશ જોગલ અને ડૉ. દેવાંગી જોગલ દ્વારા જાણીએ દિવાળી ઉજવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.

જોગી આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાત ડૉકટોરોની અમારી ટીમ દ્વારા મેળવો સચોટ આયુર્વેદ સારવાર.આજે જ સંપર્ક કરો. ઘરે બેઠા કોઈપણ ...
07/11/2023

જોગી આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાત ડૉકટોરોની અમારી ટીમ દ્વારા મેળવો સચોટ આયુર્વેદ સારવાર.

આજે જ સંપર્ક કરો.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

05/11/2023

આયુર્વેદમાં કહેવાયું છે કે મન બગડે તો શરીર બગડે અને શરીર બગડે તો મન બગડે. પરંતુ મોટાભાગે પહેલા મન બગડે છે અને પછી શરીર બગડવાની શરૂઆત થાય છે.

આપણા સ્વાસ્થ્ય પર સારી અને ખરાબ અસર કરનારા ઘણા બધા પરિબળો હોય છે. એવું જ એક પરિબળ છે આપણા નજીકના સંબંધો. કોઈ પણ વ્યકિતનો જીવનકાળ દરમિયાનનો મોટોભાગ તેના પતિ અથવા પત્ની સાથે જ વિતે છે. દાંપત્ય જીવન કેવું છે અને કેટલું સ્વસ્થ છે તે પણ આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. મોટાભાગના દંપતિઓ વચ્ચે નાની નાની સમસ્યાઑના લીધે કડવાશ ઊભી થાય છે અને એ મનમાં ચાલ્યા જ કરે છે એની મન પર અસર પડે છે જેના લીધે શરીર ઉપર પણ અસર પડે છે.

જીવન માં 40 વર્ષ પછીનો સમય એવો હોય છે કે જેમાં પતિ પત્નીને એકબીજાના સાથની સૌથી વધારે જરૂર હોય છે. જો ચાલીસી પછીના સમયમાં દાંપત્ય જીવનમાં જો અમુક વાતો ધ્યાનમાં રાખીએ અને જો પતિ-પત્ની એકબીજાને સમજે તો દાંપત્ય જીવન સ્વસ્થ રહે. જો દાંપત્ય જીવન સ્વસ્થ રહેશે તો મન અને શરીર બંને તંદુરસ્ત રહેશે.

ડૉ.દેવાંગી જોગલ અને નિલેશ જોગલ એકબીજાના સાચા અર્થમાં પૂરક છે. એમનું દાંપત્ય જીવન ઘણા અર્થમાં અનેક લોકો માટે પ્રેરણાદાયક છે. એમના જ અનુભવોને આધારે એમની જ પાસેથી સાંભળીએ મધુર દાંપત્ય જીવનના રહસ્યોને...

ચાલો આપણે જાણીએ દાંપત્ય જીવનમાં પતિ-પત્નીએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો ડૉ. દેવાંગી જોગલ અને શ્રી નીલેશ જોગલ દ્વારા આ વિડિયોના માધ્યમથી.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

Address

A 301/302 , 3rd Floor, Shreeji Arcade, Behind Bhulka Bhawan School, Anand Mahal Road, Adajan
Surat
395009

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

+918140946153

Alerts

Be the first to know and let us send you an email when JOGI Ayurved posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to JOGI Ayurved:

Videos

Share

Category

Jivem Sharad: Shatam

The Oldest Science of Medicine presented in the most modern format. Ayurved says that Sharad Ritu is the Mother of diseases.hence blessing to live a 100 healthy Sharad Ritus .Here at JOGI Ayurved, we are accomplishing the two said Aims of Ayurved past 15 years...

Preventive Aspect : Maintaining the Health of An Individual

Curative Aspect : Curing the Ailments of the Diseased.

Garbhsanskar : Pregnancy by Planning, not by Chance.

Nearby clinics