12/01/2024
તમે મને ઇશ્વર
તમે મને ઇશ્વર…કેટલુય દીધુ છે,
તમે આપ્યુ એટલુ ,શ્રીરામ મેં લીધું છે(૨)
અયોધ્યા નગરનું ,,સરનામું સીધું છે.
ગાડું ક્યાં ચલાવવું, તમે જે ચિંધ્યુ છે.
તમે મને ઇશ્વર,, કેટલુય દીધું છે,
તમે આપ્યું એટલું, શ્રીરામ મેં લીધું છે.
૧)જો ન થઇ હોત પ્રભુ,,કરુણા તમારી,,,
દુનિયામાં શું હોત, હસ્તિ અમારી(૨)
તમારુ ચરણામ્રુત, ભાવથી પીધું છે,
તમે આપ્યુ એટલુ, શ્રીરામ મેં લીધું છે.
૨)જે કંઇં મળ્યુ છે,,,તમને ધર્યુ છે,
જય શ્રીરામનામ, દલડે વસ્યું છે.(2)
ક્રુપા રઘુનંદન, ક્રુપાથી સિંધુ છે,
તમે આપ્યુ એટલુ, શ્રીરામ મેં લીધું છે.
૩)ડગલે ને પગલે,,,તમો છો સાથે,
વિચારો વાવ્યા છે, તમારી સંગાથે,(2)
મોલાત ઉગારવા, ખેતર આ નિંદ્યુ છે.
તમે આપ્યુ એટલુ, શ્રીરામ મેં લીધું છે.
તમે મને ઇશ્વર, કેટલુ ય દીધુ છે,
તમે આપ્યુ એટલુ શ્રીરામ મેં લીધું છે
( ડો.અમુલખ સવાણી)
ઢાળ- (તુમ્હી મેરે મંદીર તુમ્હી મેરી પુજા )
(સિંધુ=ધરતી, સાગર, નદી)