Vasu clinic and child care unit

Vasu clinic and child care unit I’m general practitioners, child specialist and specially intrest in skin disorder

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् ।
02/11/2024

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् ।

Diwali Moments..Family Bonding...Diwali 2K24
01/11/2024

Diwali Moments..Family Bonding...Diwali 2K24

Rameshwaram,Ramsetu,Dhanushkodi
10/02/2024

Rameshwaram,Ramsetu,Dhanushkodi

બે વિભિન્ન પરિસંવાદ:(1) કાલે સાંજે રૂટીન ઓપીડી મા આવેલા 38 વર્ષ ના પુરૂષ ના શબ્દો: સર જલ્દી સારૂ થાય એવી દવા આપજો તમે 9:...
12/01/2024

બે વિભિન્ન પરિસંવાદ:
(1) કાલે સાંજે રૂટીન ઓપીડી મા આવેલા 38 વર્ષ ના પુરૂષ ના શબ્દો: સર જલ્દી સારૂ થાય એવી દવા આપજો તમે 9:00 વાગ્યે ક્લિનિક બંધ કરી દયો ને એટલે મારે મારૂ કામ છોડી ને આવવુ પડ્યુ રોજ ના 800 રૂપીયા પડે કામ ની રજા પડે તો ધરે ઘરના અને છોકરા ભણે એ આપળી આશા પર તો હોય કેમ ચાલે
(2) આજનુ 16 વર્ષ નુ દર્દી નારાયણ જેને બાલ્યાવસ્થા થી જાણુ છુ ઓળખુ છુ જેના ઘર ની પરિસ્થિતિ થી હું વાકેફ છુ એના શબ્દો: સર તમે મને રીપોર્ટસ કરાવવા નુ કીધેલુ પણ સેઠે પૈસા ના આપ્યા અને પપ્પા પાસે થી માંગ્યા તો ફોન કાપી નાખ્યો આજે પૈસા નો બંદોબસ્ત થયો તો રીપોર્ટસ કરાવવા આવ્યો,
દર્દીનારાયણ ની બીમારી નો ઇતિહાસ કઇક એવો કે છેલ્લા 12 દીવસ થી તાવ, સખત માથુ દુખવુ, ભુખ ના લાગવી, થોડુક ચાલવા થી શ્વાસ ચડવો,હોઠ ના કલર મા ફેરફાર દર્દીનારાયણ બે વાર કોઈ તબીબ ને બતાવવા જાય દવા લે પણ આરામ ના થતા એના જુના તબીબ તરીકે મારી પાસે આવે તપાસતા રીપોર્ટસ ની જરૂર જણાતા રીપોર્ટસ કરાવતા બ્લડ કેન્સર (?એક્યૂટ લ્યુકેમીયા) આવે અને દર્દીનારાયણ એકલો આવેલો હોવાથી એમની માતા ને સમજવા બોલાવ્યા માં કામ પર ગયેલા હોવાથી સાંજે આવીસ એવી ટેલીફોનીક વાત થયા બાદ દર્દીનારાયણ ને હું જવા માટે અને સાંજે માં સાથે આવવા કહ્યુ ત્યારે એ 16 વર્ષ ના છોકરા ના હ્દય ને વલોવીત કરે એવા શબ્દો કઈક આવા હતા
-સાહબ જ્યાદા સીરીયસ તો નહી હૈ ના.!!, મે મરને વાલા તો નહી હુના અગર હુ તો બતા દો મૈ સબકો મીઠાઈ બાટદુ..!!!
-ડો.ધ્રુવ પાનસુરીયા

॥ श्रीवल्लभाधीशो जयति ॥- બ્રેસ્ટ કેન્સર અવેરનેસ:-માં ફરી થી તને આપેલુ વચન પરિપૂર્ણ કરવાની તરફ એક કદમ વધારે-પણ આ વખતે થોડ...
26/12/2023

॥ श्रीवल्लभाधीशो जयति ॥
- બ્રેસ્ટ કેન્સર અવેરનેસ:
-માં ફરી થી તને આપેલુ વચન પરિપૂર્ણ કરવાની તરફ એક કદમ વધારે
-પણ આ વખતે થોડો હતાશ છુ કારણ કે દર્દીનારાયણ ની ઉમર 33 વર્ષ ની જ છે.
-Short History:- જમણી છાતી માં ગાંઠ જેવુ અનુભવવુ,જમણી છાતી ના આકાર મા ફેરફાર, સ્પર્શ કરવા થી દુઃખાવો થવો, Retracted Nippel,છાતી નો રંગ લાલ થવો Since 2 Months (પણ શરમ ના લીધે Family doctor ને અને ઘર ના સભ્યો ને ના કહેવુ)
-આ વખતે વીડંબના એ હતી કે દરવખત ની જેમ દર્દીનારાયણ હતુ તો ગરીબી રેખા નીચે નુ જ પણ સાથે પરપ્રાંતિય અને આના લીધે સરકારી યોજના નો લાભ લેવા માટે પણ મહેનત કરવા છતા સફળતા હાથવેંત દુર રહી પરંતુ થોડી મહેનત અને વીચાર વિર્મશ કર્યા બાદ રસ્તો મળી જ ગયો..!!!

બ્રહ્મસંબંધ દીક્ષિત ગૌસ્વામી 108 શ્રી માધવરાયજી મહારાજ દ્વારા (મોટી હવેલી વેરાવળ)
24/12/2023

બ્રહ્મસંબંધ દીક્ષિત ગૌસ્વામી 108 શ્રી માધવરાયજી મહારાજ દ્વારા (મોટી હવેલી વેરાવળ)

જીવન ની સૌથી અમુલ્ય ભેટ:ક્યા શબ્દો મા તમારો આભાર પ્રગટ કરવો..!! શબ્દો નથી મારી પાસે..આભાર...Dr.Naresh PatelHrujul Naresh...
16/12/2023

જીવન ની સૌથી અમુલ્ય ભેટ:
ક્યા શબ્દો મા તમારો આભાર પ્રગટ કરવો..!! શબ્દો નથી મારી પાસે..
આભાર...
Dr.Naresh Patel
Hrujul Naresh Patel

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ:_માં ને આજે ખરા અર્થ મા શ્રદ્ધાંજલી આપ્યા નો હરખ_ખરેખર તો એક તબીબ ની ફરજ ખાલી નિદાન અને સારવાર પૂ...
09/12/2023

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ:
_માં ને આજે ખરા અર્થ મા શ્રદ્ધાંજલી આપ્યા નો હરખ
_ખરેખર તો એક તબીબ ની ફરજ ખાલી નિદાન અને સારવાર પૂરતી જ સીમિત ન રહેતા સમાજ અને સોસાયટી ને જાગૃત અને સમજણ આપવાની પણ ખરી...
-પરંતુ સભ્યસમાજ માં એક એવી પણ માન્યતા ખરી કે સ્ત્રી રોગ અને સમસ્યા માટે મહિલા તબીબ ને જ બતાવવુ ખેર...
-એક આવો જ કેસ રૂટીન તબીબી પ્રેક્ટિસ મા આવ્યો 56 વર્ષ ના બેન જમણી છાતી માં ગાંઠ અને દુઃખાવો ની ફરીયાદ લઈ ને એક મર્યાદા ને લીધે ગાંઠ નો અડી ને અભ્યાસ તો ના થઈ શક્યો પણ બેન ને એટલુ કહી શક્યો કે મેમોગ્રાફી કરવી જરૂરી છે..દર્દીનારાયણ ની એજ જુની આદત સાહેબ દવા આપો ના સારૂ થાય તો રીપોર્ટ કરાવજો...3 દીવસ ની દવા આપ્યા બાદ પેશન્ટ ફરીથી આવે છે...પરંતુ આ મુલાકાત દરમિયાન પેશન્ટ નુ કાઉન્સેલીંગ કરીને અને એમના નજીક ના સગા ને બોલાવી વાત કરી ને મેમોગ્રાફી માટે અને ત્યારબાદ FNAC માટે વીલીંગ કર્યુ..રીપોર્ટસ માં પણ ડાઉટફુલ આવ્યુ દર્દીનારાયણ ની આર્થિક પરિસ્થિતી નબળી હોવાના કારણસર તાત્કાલિક ધોરણે આવક નો દાખલો કરાવી ને આયુષ્માન કાર્ડ ની જોગવાઈ કરી ને આગળ ની સારવાર માટે યોગ્ય જગ્યાએ તબદીલ કરી ને એક તબીબ તરીકે ની ફરજ પુર્ણ કરી..
-માં ને આપેલુ વચન આજે ખરા અર્થ માં પરિપૂર્ણ થયુ હોય એવી અનુભુતી થઇ કદાચ આખા સમાજ કે સોસાયટી માં અવેરનેસ લાવવી થોડો સમય અને મહેનત માંગી લે તેવી વસ્તુ છે પરંતુ તબીબ તરીકે મારા સંપર્ક મા આવતા લોકો ને તો હુ ચોક્કસ થી જાગૃત કરી શકુ..!!!
-ડો.ધ્રુવ પાનસુરીયા

એક ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભુલાશે નહીં, એક વ્યકિતત્વ જે કયારેય વિસરાશે નહીં,એક હુંફ જે કયારેય મળશે નહીં, જેમનું ના...
22/11/2023

એક ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભુલાશે નહીં, એક વ્યકિતત્વ જે કયારેય વિસરાશે નહીં,
એક હુંફ જે કયારેય મળશે નહીં, જેમનું નામ સતત હદયમાં ગુંજયા ફૂલ બનીને મહેકયા કરે.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…
તા.16/11 /2023 વાસુ ક્લિનિક ની ધડીયાળ ના 7 વાગી ને 37 મીનીટ નો સમય (ચોક્કસ સમય એટલા માટે યાદ છે કે એક આદત છે કે હરએક દર્દીનારાયણ ના આવવાના સમય પર ધડીયાળ પર નજર નાખવા ની વર્ષો ની આદત)
દર્દી નારાયણ ની કમ્પલેન: સર બે દીવસ થી ક્યારેક ચક્કર આવે છે...અકારણ ગુસ્સો આવે છે...અને માથુ દુઃખે છે..
ઓન એક્સામીનેશન: HR: 78/ Min Spo2:98 B.P: 180/100 MmOf Hg
-પ્રેશર જોઈ ને પહેલો જ વીચાર you Should be consulting MD Physician As early as Possible..રેફરન્સ પેડ પર અનુપમ હોસ્પિટલ ના ડો.શૈલેષ ભાયાણી સર ને રેફરન્સ પણ આપ્યો...
પણ દર્દી ની માનસિકતા: મને કઇ નથી વાસુ વાળા સાહેબ ખોટા બીવડાવે, સર એક બે ગોળી આપી દો સારૂ થઇ જશે..પણ મે સમજાવી ને છેલ્લે ખીજવાય ને પણ દવા નઇ આપી...
પરીણામ: દર્દી આગળ બતાવવા માટે ગયુ નહી...ફેમીલી ડોક્ટર ની સલાહ ની અવગણના અને પરીણામ સ્વરૂપ તા.18/11/2023 સવાર ના સ્નાનાર્થે બાથરૂમ મા જાય છે.અને સીવીયર કાર્ડીયો રેસ્પીરેટરી કોલેપ્સ ને લીધે મૃત્યુ પામે છે..
કાશ પેશન્ટ એ વાત માની ને આગળ કન્સલ્ટિંગ કરાવવા માટે વીલીંગ થયેલ હોત..કાશ...!!!!

પ્રથમ માસિક પુણ્યતિથી પર હ્રદયસ્થ શ્રદ્ધાંજલી માં..🙇‍♀️🙇‍♀️🙇‍♀️
15/11/2023

પ્રથમ માસિક પુણ્યતિથી પર હ્રદયસ્થ શ્રદ્ધાંજલી માં..🙇‍♀️🙇‍♀️🙇‍♀️

વટ,વચન અને વ્યવહાર..બીંદુ સરોવર ( માતૃગયા સીધ્ધપુર) માં ની શ્રાદ્ધવિધિ...
14/11/2023

વટ,વચન અને વ્યવહાર..બીંદુ સરોવર ( માતૃગયા સીધ્ધપુર) માં ની શ્રાદ્ધવિધિ...

બીંદુ સરોવર ( માતૃગયા સીધ્ધપુર) માં ની શ્રાદ્ધવિધિ...🙇‍♂️🙇‍♂️🙇‍♂️
14/11/2023

બીંદુ સરોવર ( માતૃગયા સીધ્ધપુર) માં ની શ્રાદ્ધવિધિ...🙇‍♂️🙇‍♂️🙇‍♂️

Address

8, Arpan Complex, Opp. Sarthi Heights, Bhaiyanagar, Punagam, Surat395010
Surat
395010

Telephone

9586236143

Website

Alerts

Be the first to know and let us send you an email when Vasu clinic and child care unit posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vasu clinic and child care unit:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category