31/03/2026
શું તમને વારંવાર ખંજવાળની સમસ્યા સતાવે છે? પણ શું એ સામાન્ય ખંજવાળ છે કે પછી કોઈ સ્કીન એલર્જી?
ઘણીવાર આપણે સામાન્ય ખંજવાળ સમજીને તેને અવગણીએ છીએ, પરંતુ તે 'સ્કીન એલર્જી' પણ હોઈ શકે છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે:
સ્કીન એલર્જીના લક્ષણો:
- અચાનક શરીરમાં ફેરફાર દેખાવા.
- ત્વચા પર લાલ ચકામા પડી જવા.
- શરીરના ભાગોમાં સોજો આવવો.
- અસહ્ય ખંજવાળ અને બળતરા થવી.
સામાન્ય ખંજવાળના લક્ષણો:
- ધીમે ધીમે વધતી ખંજવાળ.
- ત્વચા સૂકી લાગવી.
- હવામાં આવતા બદલાવ અથવા ઓછું પાણી પીવાને કારણે થતી સમસ્યા.
તમારી ત્વચાની સમસ્યાને ઓળખો અને જો લક્ષણો ગંભીર જણાય, તો આજે જ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરો. ત્વચા પ્રત્યેની બેદરકારી મોટું નુકસાન કરી શકે છે!