
16/10/2023
આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં ખાવા અને ખવડાવવા સતત હાથ પગ ચલાવવા પડે છે. દરેકને પૂરતો ખોરાક મળી રહે એટલો ખોરાક પ્રોડ્યુસ કરી છીએ.
છતાં યુ.એન.ના અહેવાલ મુજબ, 2021- 2022 માં વિશ્વમાં ભૂખમરાથી પ્રભાવિત લોકોની સંખ્યા વધીને 828 મિલિયન થઈ ગઈ છે! જે 2020 પછી લગભગ 46 મિલિયન અને COVID-19 રોગચાળો ફાટી નીકળ્યા પછી 150 મિલિયનનો વધારો થયો છે.આનો અર્થ એ થયો કે વિશ્વની લગભગ 9.8% વસ્તી ભૂખમરો અને કુપોષણથી પીડિત છે.
જેમાં સ્ત્રીઓ અને બાળકો કુપોષણનો સૌથી વધુ ભોગ બને છે, 52% સ્ત્રીઓ અને 48% બાળકો કુપોષણથી પીડાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) જણાવે છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં લગભગ 45% મૃત્યુ કુપોષણ સાથે જોડાયેલા છે.
જેમાનું એક સ્ત્રીઓમાં રહેલું સૌથી અગત્યનું "લોહતત્ત્વ". જન્મથી લઇ ને આખા સ્ત્રી જીવનકાળ દરમિયાન દરેક મહિલાઓ માટે ખૂબ જ મહત્વનું તત્વ એટલે "લોહતત્વ". લોહતત્વ ની ઉણપ ખાસ કરી ને સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. કારણ સ્ત્રી પ્રકૃતિ, માસિક સ્રાવ અને સગર્ભાવસ્થા (ટૂંકમાં રિપ્રોડક્ટિવ સિસ્ટમ). લોહતત્વની ઉણપ, શરીરમાં થાક લાગવો , ત્વચા નિસ્તેજ લાગવી, શરીરમાં નબળાઈ લાગવી, ચક્કર આવવા, માથાનો દુઃખાવો, વગેરે જેવા લક્ષણો તરફ દોરી જાય છે. યોગ્ય સારવાર ન કરવામાં આવે તો, સ્વાસ્થ્ય પર ગંભીર અસરો તેમજ બીમારીઓ થઈ શકે. નિવારક પગલાં રૂપે આયર્નના (લોહતત્વ યુક્ત) સ્ત્રોતોથી સમૃદ્ધ આહાર, અને યોગ્ય સલાહ ગંભીર તકલીફો માંથી બચાવી શકે છે. તમારા ડૉક્ટરની સલાહ લો.
- ડૉ. હિમાની શાહ