Chest care clinic

Chest care clinic Info and support for allergies, asthma, TB, sleep apnea & other chest diseases By Dr. Taresh Patel.

17/06/2025
31/07/2024

શું તમને રાત્રે સૂતી વખતે કે સવારે ઉઠ્યા પછી નીચેની કોઈ પણ તકલીફ થાય છે?

જેવી કે

વારંવાર છીંક આવવી,
નાકમાંથી પાણી પડવું,
નાકમાં ખંજવાળ આવવી,
વારંવાર ખાંસી થવી,
શ્વાસ લેવામાં તકલીફ થવી,
શરીર પર ખંજવાળ આવવી,
શરીર પર લાલ ચકામા થવા,
આંખમાં ખંજવાળ આવવી વગેરે?

જો તમને આમાંથી કોઇ પણ તકલીફ હોય તો તમને ધૂળના જંતુની ( Dust Mites )એલર્જી હોઈ શકે છે.

આ ધૂળના જંતુની ( Dust Mites ) એલર્જીની યોગ્ય સારવાર કરવાથી તમને એલર્જીથી કાયમી છુટકારો પણ મળી શકે છે.

ડો તરેશ પટેલ
ચેસ્ટ ફિઝીશિયન અને એલર્જી સ્પેશ્યાલિસ્ટ
ચેસ્ટ કેર ક્લિનિક
અડાજણ - 9428860138
મજૂરાગેટ - 9429851024

22/07/2024

શું ધૂળની એલર્જી કાયમી મટી શકે છે?

જી હા, ધૂળની એલર્જી પણ કાયમી મટી શકે છે.

ઈમ્યુનોથેરાપી એટલે કે એલર્જીની રસી નામની આધુનિક સારવાર પદ્ધતિથી ધૂળની એલર્જી પણ કાયમી મટી શકે છે.

ઈમ્યુનોથેરાપી એ એલર્જીને જડમૂળથી દૂર કરતી વિશ્વ એલર્જી સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત આધુનિક સારવાર પદ્ધતિ છે.

જે વસ્તુની પરેજી કરવી શક્ય ના હોય તેવી વસ્તુની જ ઈમ્યુનોથેરાપી બનાવામાં આવે છે.

ઈમ્યુનોથેરાપી જે તે વસ્તુ કે પદાર્થ સામે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે. જેના લીધે તે વસ્તુ કે પદાર્થના સંપર્કમાં આવવાથી પણ એલર્જી થતી નથી.

ઈમ્યુનોથેરાપીમાં જીભ નીચે મુકવાના ટીંપા ( Sublingual Immunotherapy ) કે ચામડી નિચે મુકવાના ઇન્જેક્શન ( Subcutaneous Immunotherapy ) બનાવવામાં આવે છે. આ બંને ઈમ્યુનોથેરાપી સરખી જ અસર કરે છે.

ટીંપા ઘરે જાતે જ લઇ શકાય છે જ્યારે ઈન્જેક્શન લેવા માટે ડૉક્ટર પાસે જવું પડે છે. એટલે ટીંપા લેવા દર્દીઓ માટે વધારે સહેલા છે.

ઈમ્યુનોથેરાપીથી ૧૦૦ માંથી લગભગ ૮૦-૯૦ દર્દીઓને એલર્જી કાયમી મટી જાય છે. પરંતુ ૧૦-૨૦ દર્દીઓ એવા પણ નીકળે છે જેમને ફાયદો નથી પણ થતો.

ઈમ્યુનોથેરાપીની કોઇ આડઅસર નથી. જો કોઈ કેસ માં ફાયદો ના થાય તો કઈ નહીં, પણ નુકશાન તો બિલકુલ થતું નથી.

ઇમ્યુનોથેરાપીની અસર શરૂ થતાં ૩-૬ મહિના જેટલો સમય લાગે છે. કોઇ કેસમાં ધીમી અસર થાય તો ૬-૧૨ મહિના પણ લાગી શકે છે. ૧૨ મહિના પછી અસર થવાની શક્યતા નહિવત્ છે.

જ્યાં સુધી ઇમ્યુનોથેરાપીની અસર શરૂ ના થાય ત્યાં સુધી એલર્જીની દવાઓ ચાલુ રાખવી પડે છે. એક વાર ઇમ્યુનોથેરાપીની અસર શરૂ થઈ જાય પછી એલર્જીની દવાઓની જરૂર પડતી નથી.

ઈમ્યુનોથેરાપી ધીમે ધીમે ડોઝ વધારીને ૨-૩ વર્ષ સુધી આપવામાં આવે છે.

ડો તરેશ પટેલ
ચેસ્ટ ફિઝીશિયન અને એલર્જી સ્પેશ્યાલિસ્ટ
ચેસ્ટ કેર ક્લિનિક, સુરત.
અડાજણ - 9428860138
મજૂરાગેટ - 9429851024

22/07/2024

ધૂળની એલર્જીથી બચવાના ઉપાય

ઘરમાંથી ફર્નીચર, પડદા, કાર્પેટ, સોફા, પુસ્તકો, રૂસાવાળા રમકડા વગેરે શક્ય હોય તેટલું ઓછુ કરો.

રૂસાવાળા ચાદર, ચારસા, ધાબળા, કાર્પેટ, પડદા, રમકડા વગેરે વાપરવાનું બંધ કરો.

ધૂળ પ્રતિરોધક ( Dust Mite Proof ) ઓશિકા, ગાદ્લા અને ધાબળાના કવર વાપરો.

ચાદર, ચારસા, ધાબળા અને ઓશિકાના કવર ત્રણ થી ચાર દિવસે ઉકળતા પાણીમાં ધુવો અને તડકામાં સૂકવો.

સુકા કપડાથી ડસ્ટિંગ કરવાને બદલે ભીના કપડાથી લૂછીને ઘરની સાફ સફાઈ કરો

ઘરની સાફ સફાઈ કરતી વખતે મોઢા પર માસ્ક પહેરો, શરીર પર આંખી બાંયના કપડા પહેરો, હાથ પગમાં મોજાં પહેરો જેથી કરીને ધૂળનો સંપર્ક ઓછો થાય.

શક્ય હોય તો વેક્યુમ ક્લીનર વાપરો.

જે દિવસે ઘરની સાફ સફાઈ થતી હોય એ દિવસે શક્ય હોય તો ઘરની બહાર રહો.

ઘરની બહાર નીકળો ત્યારે શક્ય હોય તો માસ્ક પહેરીને નીકળો

ડો તરેશ પટેલ
ચેસ્ટ ફિઝીશિયન અને એલર્જી સ્પેશ્યાલિસ્ટ
ચેસ્ટ કેર ક્લિનિક, સુરત.
અડાજણ - 9428860138
મજૂરાગેટ - 9429851024

22/07/2024

ધૂળની એલર્જી વિશે આટલું જાણો

એલર્જીના ૭૦-૮૦ % દર્દીઓમાં એલર્જી થવાનું મુખ્ય કારણ ધૂળ ( Dust ) કે ધૂળની જીવાત ( Dust Mites ) જવાબદાર હોય છે.

ધૂળ કરતા પણ ધૂળની જીવાત એલર્જી માટે વધારે જવાબદાર હોય છે.

ધૂળની જીવાત એ નરી આંખે જોઈ ના શકાય તેવી એક સૂક્ષ્મ જીવાત છે જે ફકત માઇક્રોસ્કોપથી જ જોઈ શકાય છે

આ ધૂળની જીવાત આપણી આજુબાજુ બધી જ જગ્યાએ હાજર હોય છે.

ખાસ કરીને આપણા ગાદલાં, ઓશીકાં, સોફા, કાર્પેટ, પડદાં, ચાદર, ચારસા, ધાબળા, રૂસાવાળા રમકડાં, ફર્નિચર, ફ્લોર, પુસ્તકો, બંધ ઘર, માળીયા વગેરે જગ્યાએ આ ધૂળની જીવાત વધુ જોવા મળે છે.

આ ધૂળની જીવાતને લીધે લગભગ બધા જ પ્રકારની એલર્જી થઈ શકે છે જેવી કે શરદી, ખાંસી, શ્વાસ, દમ, છીંકો, ખુજલી, સ્કીન એલર્જી, આંખની એલર્જી વગેરે.

આ ધૂળની જીવાતને લીધે એલર્જી મોટા ભાગે રાત્રે સૂતી વખતે કે સવારે ઉઠ્યા પછી વધુ થાય છે

ચોમાસામાં અને ભેજવાળા વાતાવરણમાં આ ધૂળની જીવાતની સંખ્યા ઘણી વધી જાય છે એટલે જ ચોમાસામાં અને ભેજવાળા વાતાવરણમાં બધા જ પ્રકારની એલર્જી પણ વધી જાય છે.

ઉનાળામાં આ ધૂળની જીવાતની સંખ્યા ખૂબ જ ઘટી જાય છે એટલે જ ઉનાળામાં બધા જ પ્રકારની એલર્જી પણ પ્રમાણમાં ઘટી જાય છે

ડો તરેશ પટેલ
ચેસ્ટ ફિઝીશિયન અને એલર્જી સ્પેશ્યાલિસ્ટ
ચેસ્ટ કેર ક્લિનિક, સુરત.
અડાજણ - 9428860138
મજૂરાગેટ - 9429851024

19/07/2024

આ દુનિયામાં તમારો સૌથી સાચો સાથી કોણ?

અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ જવાબ મળે છે જેવા કે મિત્રો, પાડોશીઓ, માતા, પિતા, પુત્ર, પુત્રી, પત્ની, પતિ, સગા સંબધીઓ વગેરે.

કેટલાક લોકો તો જવાબમાં પૈસા પણ કહે છે.

ઉપરના જવાબમાંથી એક પણ જવાબ સાચો નથી કેમ કે આમાંથી એક પણ વસ્તુ કાયમી નથી.

તમારો સૌથી સાચો સાથી છે તમારું શરીર.

તમે અને તમારું શરીર જન્મથી મૃત્યુ સુધી સાથે જ રહેવાના છો. બીજા બધા તો આવશે અને જશે.

એટલે શરીર સારું તો બધું સારું.

તમારા શરીરની કાળજી તમારાથી વધારે બીજું કોઇ પણ ના કરી શકે.

એટલે જેટલુ વહેલુ જાગો એટલું તમારા સાચા સાથી તમારા શરીર માટે સારું છે.

તમારા સાચા સાથીને તંદુરસ્ત રાખવા માટે યોગા પ્રાણાયામ કરો, નિયમિત કસરત કરો, તાજો, સાદો અને પૌષ્ટિક ખોરાક ખાઓ, પૂરતો આરામ કરો, પૂરતી ઊંઘ લો વગેરે.

તમારો સાચો સાથી તંદુરસ્ત હશે તો જ તમે ખુશીથી અને શાંતિથી જીવી શકશો.

18/07/2024

નીતિથી પૈસા કમાવા માટેના ચાર રસ્તા છે:-

૧. મહેનત - તમે જેટલી મહેનત વધુ કરો તેટલા પૈસા વધુ મળે

૨. ⁠ડીગ્રી - તમારી પાસે જેટલી ડિગ્રી વધારે હોય તેટલો પગાર વધારે મળે

૩. ⁠કૌશલ્ય - તમારી પાસે કોઇ વિશિષ્ટ કૌશલ્ય હોય તો પણ તમે વધારે પૈસા કમાઈ શકો છો જેમ કે ક્રિકેટર, એક્ટર વગેરે

૪. ⁠કોઠાસૂઝ - તમારી પાસે એવી કોઠાસૂઝ હોય કે તમે લોકોને મેનેજ કરી શકો તો તમે બીજા પાસે કામ કરાવીને પૈસા કમાઈ શકો છો જેમ કે બીઝનેસમેન, પોલિટિશિયન વગેરે

11/07/2024

One interesting case of chronic urticaria

One 15 year young boy came to opd with complaints of recurrent itching over whole body associated with redness and rashes over whole body.
It occurs suddenly anytime in a day.
No any correlation with any foods.
No any other illnesses.
No any family significant family history.
Routine blood investigation normal except total Ig E level is little high.
I have done skin prick allergy test and results are very interesting.
He was found allergic to only mosquito allergen.
No any other allergies found on allergy test.
Mosquito can cause urticaria by two ways one is by mosquito bite and other is on exposure to mosquito particles.
He was prescribed anti allergic on SOS basis and strictly advised to take care from mosquito bite by wearing full body covering clothes, to use mosquito net at home, to use mosquito met, liquid or lotion to keep mosquito away.
After 1 months of special care for prevention from mosquito bites, his urticaria episode significantly reduced.
Let’s see what will happens next month.
Dr Taresh Patel
Chest Physician and Allergy Specialist
CHEST CARE CLINIC
Adajan - 9428860138
Majuragate - 9429851024

11/07/2024

ચોમાસમાં કંઈ કંઈ બાબતોનું ધ્યાન રાખવું કે જેથી કરીને બીમારીથી બચી શકાય.

૧. શક્ય હોય ત્યાં સુધી વરસાદ મા પલળવાનું ટાળવું. જો પલળી જવાય તો તરત કોરા થઈ જવાનું અને ભીના કપડા તરત બદલી નાખવા.

૨. ચોમાસામાં ઘરમાં વોટર ફિલ્ટર ના હોય તો પાણી હંમેશા ઉકાળીને પીવું.

૩. ⁠ બહાર જમવાનું કે નાસ્તા કરવાનું ટાળવું.

૪. ⁠ ઘરમાં પણ વાસી ખોરાક ખાવો નહીં કેમ કે ચોમાસામાં વાસી ખોરાક માં તરત જ ફૂગ લાગી જાય છે.

૫. ⁠ ઠંડા પાણીથી નહાવું નહીં.

૬. ⁠ વધારે તેલવાળા કે તળેલા ખોરાક ખાવા નહીં.

૭. ⁠ દિવસમા એક વાર એક ગ્લાસ ભરીને હુંફાળું ગરમ પાણી પીવું.

૮. ⁠ ગરમ મસાલાના ઉકાળાનું સેવન કરવું.

૯. ⁠ સીઝન મુજબ ફળો વધુ ખાવા.

૧૦. ⁠ડ્રાયફ્રૂટ પણ વધુ ખાવા.

ડો તરેશ પટેલ
ચેસ્ટ એન્ડ એલર્જી સ્પેશ્યાલિસ્ટ

ચેસ્ટ કેર ક્લિનિક

અડાજણ-૯૪૨૮૮૬૦૧૩૮
મજૂરાગેટ-૯૪૨૯૮૫૧૦૨૪

02/06/2024

Thank you very much for your best wishes

27/05/2024

અસ્થમાનો હુમલો આવતો કેવી રીતે અટકાવી શકાય?

ડો તરેશ પટેલ, ચેસ્ટ ફિઝિશિયન અને એલર્જી સ્પેશ્યાલિસ્ટ, સુરત

અસ્થમા ના દરેક દર્દીએ રોજ એક વાર પોતાના ફેફસાની તાકાત માપવી જોઈએ જેથી કરીને અસ્થમા ના હુમલા આવતા અટકાવી શકાય . આ માટે તમારે એક *પીક ફ્લો મીટર* નામનું નાનું સાધન વસાવવું પડે. પીક ફ્લો મીટર નામના સાધન થી ફક્ત ૩૦ સેકન્ડ માં ફેફસાની તાકાત માપી શકાય છે. રોજ સવારે ઉઠીને એક વાર આ પીક ફ્લો મીટર થી ફેફસાની તાકાત માપીને એક નોટબુક માં લખી દેવાની. રોજની તાકાત જૂના રિપોર્ટ સાથે સરખાવવાની *જો ફેફસાની તાકાત ઓછી થતી જણાય તો તમને અસ્થમા નો હુમલો આવવાની શક્યતા છે*. આ પરિસ્થિતિ માં જો તમે તમારી દવાનો ડોઝ વધારી દો તો અસ્થમા નો હુમલો આવતો અટકાવી શકાય છે અને મોટી તકલીફ થી બચી શકાય છે. પછી જયારે ફેફસાની તાકાત વધવા લાગે ત્યારે પાછો ડોઝ ધીમેધીમે ઓછો કરી દેવાનો. આમ પીક ફલો મીટરથી અસ્થમાના હુમલાથી બચી શકાય છે.

વધુ માહિતી માટે સંપર્ક

*ચેસ્ટ કેર ક્લિનીક*

અડાજણ - ૯૪૨૮૮૬૦૧૩૮
મજૂરાગેટ - ૯૪૨૯૮૫૧૦૨૪

Address

Surat

Opening Hours

Monday 2pm - 7pm
Tuesday 2pm - 7pm
Wednesday 2pm - 7pm
Thursday 2pm - 7pm
Friday 2pm - 7pm
Saturday 2pm - 7pm

Telephone

+919429851024

Alerts

Be the first to know and let us send you an email when Chest care clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Chest care clinic:

Share

Category