ઝિંદગી ફાઉન્ડેશન (Zindagi Foundation) “ફોર એચ.આઈ.વી ફ્રી જનરેશન” (“For HIV Free Generation”)
૨૦૧૬ માં દુનિયા માં ૩.૭ કરોડ લોકો એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત છે. જેમાં થી ફક્ત ૧.૬ કરોડ લોકો જ એચ.આઈ.વી (HIV) ની સારવાર લઇ રહયા છે. ૨૦૧૪ માં ૨૦ લાખ લોકો ને એચ.આઈ.વી (HIV) નો નવો ચેપ લાગ્યો છે.
ગુજરાત (Gujarat) માં સૌથી વધારે એચ.આઈ.વી (HIV) ની સમસ્યા ધરાવતા સુરત (Surat) શહેર માં સુરત (Surat) ના એચ.આઈ.વી (HIV)
ગ્રસ્ત વ્યક્તિ, સમાજ સેવકો અને ડોકટરો ના સંયુક્ત પ્રયાશો દ્વારા રાહત દરે સેવા આપતી ઝિંદગી ફાઉન્ડેશન (Zindagi Foundation) “ફોર એચ.આઈ.વી ફ્રી જનરેશન” (“For HIV Free Generation”) સંસ્થાનું રજિસ્ટ્રેશ મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ કરવામાં આવેલ છે. આ સંસ્થાની સ્થાપના ૧ ડીસેમ્બર ૨૦૧૫, વિશ્વ એઇડ્સ (AIDS) દિવસ ના દિને કરવા માં આવી હતી.
ઝિંદગી ફાઉન્ડેશન (Zindagi Foundation) “ફોર એચ.આઈ.વી ફ્રી જનરેશન” (“For HIV Free Generation”) નો ઉદેશ્ય ૨૦3૦ સુધી માં ગુજરાત (Gujarat) માં નવા એચ.આઈ.વી (HIV) નો ચેપ ન્યૂનતમ કરવો, એઇડ્સ (AIDS) ને કારણે મૃત્યુ ની સંખ્યા શૂન્ય કરવી અને એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ સાથે થતા ભેદભાવ દૂર કરવા.
સંસ્થા નો લક્ષ્ય ૨૦3૦ સુધી માં ૯૦-૯૦-૯૦ નો લક્ષ્ય હાંસલ કરવાનો છે. ૯૦-૯૦-૯૦ જેનો અર્થ છે કે ૨૦3૦ સુધી માં ગુજરાત (Gujarat) માં જેટલા લોકોને એચ.આઈ.વી (HIV) છે તેમાં ના ૯૦ ટકા લોકો નું એચ.આઈ.વી (HIV) નું નિદાન કરવું અને વ્યક્તિ ને જાણ કરવી કે એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત છે. હાલ માં ગુજરાત (Gujarat) માં રહેલા કુલ એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ માંથી અંદાજે ફક્ત ૭૦ ટકા જ લોકો જાણે છે કે તેમને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગેલ છે. ૨૦૩૦ સુધી માં જેટલો લોકો નું એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત લોકો નું નિદાન થાય તેમાં થી ૯૦ ટકા લોકો ને એચ.આઈ.વી (HIV) ની દવા અને નિયમિત સારવાર પર મુકવા. હાલ માં જે લોકો ને જાણ છે તેમાં થી અંદાજે ફક્ત ૪૦ ટકા લોકો જ નિયમિત યોગ્ય દવા લઈ રહયા છે. અને જે વ્યક્તિ ની સારવાર ચાલતી હોય તેમાંથી ૯૦ ટકા લોકો માં એચ.આઈ.વી (HIV) ના વાયરસ ને કાબુ માં રાખી ન્યૂનતમ સ્તરે રાખી સ્વસ્થ અને સંપૂણ જીવન અપાવવું. હાલ માં જે લોકો ની દવા ચાલે છે તેમાંથી અંદાજે ફક્ત ૩૦ ટકા દર્દીઓ માં જ વાયરસ પર કાબુ રાખી ન્યુનતમ સ્તરે છે.
ફાઉન્ડેશન નો ઉદેશ્ય ૨૦૩૦ સુધી માં ગુજરાત (Gujarat) માંથી એચ.આઈ.વી (HIV) ની મહામારી નો અંત લાવી ગુજરાત (Gujarat) માં એચ.આઈ.વી (HIV) ની સમસ્યા ભારત (India) (India) ખાતે ન્યુનતમ કરવી.
આ સંસ્થા દ્વારા જુદા જુદા પ્રોગ્રામો દ્વારા એચ.આઈ.વી (HIV) સંબંધિત વિના મુલ્યે વિવિધ સેવાઓ આપવા માં આવશે જેમાં મેરેજ બ્યુરો “વિવાહ”, કાઉન્સેલિંગ “જાણકારી એ જ ઈલાજ”, જન જાગૃતિ “સંયમ અને સુરક્ષા, એચ.અએ.વી અને એઇડ્સ (AIDS) સામે રક્ષા”, એચ.આઈ.વી. ગ્રસ્ત લોકો ને સક્ષમ અને સ્વનિર્ભર બનાવવા, માનસિક અને સામાજિક રીતે આધાર આપવો, ગેર માન્યતાઓ અને તેને લગતા ભેદભાવો દુર કરવા. એચ.આઈ.વી (HIV) અને એઇડ્સ (AIDS) ની સારવાર માં વપરાતી દવા માં ૫૦ ટકા સુધી રાહત આપવા માં આવે છે. ગરીબ દર્દી ઓ માટે “વહેલું નિદાન, સ્વસ્થ અને સંપૂણ જીવન” કાર્યકમ અંતર્ગત એચ.આઈ.વી (HIV) ની લેબોરેટરી તપાસ વિના મુલ્યે કરી આપવા માં આવશે. ચાલો સૌવ સાથે મળી ને ૨૦૩૦ સુધી માં ગુજરાત (Gujarat) ને એચ.આઈ.વી (HIV) અને એઇડ્સ (AIDS) મુક્ત કરવા સંકલ્પ કરીએ.
લોકો નો એચ.આઈ.વી (HIV) ની માહિતી મળી રહે તે માટે ઝિંદગી ફાઉન્ડેશન (Zindagi Foundation) દ્વારા હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ ૭૫ ૭૫ ૮૮ ૭૦ ૭૦ નંબર પર SMS, Whats App કે ફોન દ્વારા એચ.આઈ.વી (HIV) સંબંધિત કોઇપણ માહિતી મેળવી શકે છે. ઘણી વખત એવું જોવામાં આવતું હોય છે કે એચ.આઈ.વી (HIV) ના દર્દીઓ એચ.આઈ.વી (HIV) નું સાહિત્ય પોતાની સાથે રાખતા અચકાતા હોય છે કે જો કોઈ જોઈ જશે તો તેમની એચ.આઈ.વી (HIV) ની બીમારી વિશે લોકોને ખ્યાલ આવી જશે અને આ ડરથી દર્દી એચ.આઈ.વી (HIV) ની માહિતી એચ.આઈ.વી (HIV) નું સાહિત્ય દ્વારા લેવાથી દુર રહેતા હોય છે. અમુક વખત પુરતી માહિતી ના હોવાથી દર્દી ને ઘણી મોટી કીમત પોતાના સ્વાસ્થ્ય ના સ્વરૂપ માં ચૂકવી પડતી હોય છે. આજ તકલીફ ના સમાધાન માટે ઝિંદગી ફાઉન્ડેશન (Zindagi Foundation) દ્વારા વિશ્વ ની સૌ પ્રથમ એચ.આઈ.વી (HIV) અને એઇડ્સ (AIDS) ની સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષા માં આપતી વેબસાઈટ WWW.HIVAIDSSURAT.ORG ની શરૂઆત કરવામાં આવી. આજ ના ફેસબુક પ્રેમી યુવાનો ને યોગ્ય માહિતી તથા સવાલો ના જવાબ મળી રહે તે માટે Zindagi Foundation “For HIV free Generation” નામ નું પેજ પણ છે.