04/01/2026
દૂધ પ્રાપ્તિ વિભાગ દ્વારા ચોટીલા તાલુકાની શ્રી રેશમિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, મુકામ રેશમિયા ખાતે “સહકારથી સમૃદ્ધિ” યોજના અંતર્ગત સભા યોજાઈ હતી.
આ મિટિંગનો મુખ્ય હેતુ દૂધ મંડળીના પશુપાલકોના દૂધના નાણાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થાય તે બાબતે માર્ગદર્શન આપવાનો તેમજ દૂધ સંઘની વિવિધ સહાયકારી યોજનાઓ અંગે દૂધ ઉત્પાદકોને માહિતગાર કરવાનો હતો.
આ બેઠકમાં અંદાજે 140 કરતાં વધુ પશુપાલક ભાઈઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. મિટિંગમાં દૂધ પ્રાપ્તિ વિભાગના વિભાગીય વડા શ્રી વનરાજસિંહ ચાવડા, ડેપ્યુટી મેનેજર શ્રી ડી. આઈ. પનારા, સિનિયર ઓફિસર શ્રી કે.ડી. પઢિયાર તથા શ્રી એસ.આર. પરમાર તેમજ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક તરફથી શ્રી વિજયસિંહ પરમાર હાજર રહ્યા હતા અને સૌએ પ્રાસંગિક તથા માર્ગદર્શક પ્રવચનો કર્યા હતા.