12/04/2023
નફ્ફટ
અરીસા સામે ઊભા રહી ઘણી વખત પ્રશ્ન કરેલો...અને જવાબ માં ઊર્મિ નું પ્રતિબિંબ .....ઊર્મિ નો જ એક ટુકડો......ક્યાંથી છૂટ્યો.....શરીર માં ક્યાંય ઘા નથી દેખાતો ....તો આ ટુકડો શરીર નો નથી લાગતો .....કદાચ ઊર્મિ નાં આત્મા નો ટુકડો .....એની સાથે વાત કરી ત્યારે લાગ્યું જ હતું....હું મારી સાથે જ વાત કરું છું.....તો પછી બાજુ માં કોણ સાથે ચાલે છે ? પ્રતિબિંબ .....પડછાયો...... ?
નાં નાં ....એતો મારી છાસ છે ....મને બોવ ભાવે છે ને ....એટલે સાથે જ....હોય છે ....કદાચ એ પાણી છે ....હું તરુણી હતી ત્યારે બગીચા નાં ઝાડ ને પાણી પીવરાવતી....એ પાણી હજુ ....આટલા વર્ષે પણ...મારા આત્મા થી અલગ નથી થતું......જે હોય તે.....એક વાત તો પાક્કી ......કે રામ જાણે પ્રતિબિંબ છે,પડછાયો છે,છાસ છે કે પાણી .....પણ નફ્ફટ છે .....દૂર થવાનું નામ જ નથી લેતું.....એમ વિચારો ની વાર્તા મન સાથે ચાલતી હતી....ત્યાં જ અચાનક કોઈ સ્ત્રી એ ટ્રેન ની બારી પાસે આવી ઊર્મિ નો હાથ પકડી ને બોલી .....ઊર્મિ ..ઊર્મિ નાં ચહેરા પર સ્મિત થયું....શ્યામા .....કેમ અહીં.....દેવકી દ્વારકા જાય છે....ઊર્મિ તને તો ખબર છે જ કે દેવકી ને કાળિયા ઠાકર વગર નાં ચાલે....હા .....નાનો હતો ત્યારથી ઠાકર નો .....એ જ તો ....એને ટ્રેન માં બેસાડવા આવી છું..... શ્યામા...દેવકી કયા ડબ્બા માં છે .....એસી કોચમાં હશે ને ? સાહેબ છે .? એસી કોચમાં જ હોય ને .....નાં ઊર્મિ ....દેવકી આ ડબ્બા માં જ છે ....હમણાં આવશે .....મને કહ્યું કે હું સિગાર પી ને આવું ....હજુ ટ્રેન ને ઉપાડવા ની વાર છે .....શ્યામાં દેવકી સિગારેટ પીવે છે ? હા રામ જાણે શું ખોટ છે ....જીવન માં ...આખા દિવસ માં દસેક પી જતો હોય છે......ઊર્મિ મનન કરવા લાગી.....મને છોડી ને સિગારેટ પકડી .....મને જોઈ જશે તો સિગારેટ છોડી ....મને પકડશે.....કેવો નફ્ફટ છે.....નાં બગીચા માં પાતી હતી એપાણી છે....નાં છાસ છે.....નાં નાં પડછાયો.....નાં નાં હું જ છું.......મે જ એને જન્મ આપેલો.....એતો રાઘવ અંકલ અને દુર્ગા આંટી નો દીકરો હતો.....મને સ્નેહ કરી ....મારા માંથી જ પ્રેમી તરીકે જન્મ્યો.......