22/08/2025
*મઘા નક્ષત્રનું પાણી રૂપી અમૃત*
*વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા*
*અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા ભાવનગર*
*ચરક સંહિતા,સુશ્રુત સંહિતા , અષ્ટાંગ હૃદય, # ભાવપ્રકાશ આદિ પ્રાચીન આયુર્વેદ શાસ્ત્રની અંદર અંતરિક્ષ જળને એટલે કે વરસાદના જળ ને ગંગા જળની સમાન ગણવામાં આવ્યું છે. જે આરોગ્ય માટે પરમ હિતકારી છે.*
*વિશ્વ અને રાષ્ટ્રમાં રહેલા જળસંકટ ને જળસંગ્રહથી ઓછું કરી શકાય...*
*
*આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ 17/08/2025 એ સાંજે 07:54 થી 29/08/2025 એ બપોરના ના 04:56 સુધી મઘા નક્ષત્ર માં રેહશે*
*તો આ 13 દિવસ માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ 14 દિવસ દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલ ના* *બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય**
*આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ..?*
*આંખોના કોઈપણ રોગમાં આખો માં બે બે ટીપા નાખી શકાય.*
*પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે*
*જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે*
*આ ગંગાજળ સમાન.પાણીથી આપના ગૃહ ની કોઈ પણ રસોઈને રાંધવી પણ ઉત્તમ છે*
*અને.. હા એક વખત મઘા ના વરસાદના પાણીની ખીચડી, અથવા રસોઈ બનાવી તેમાં દેશી ગાયનું શુદ્ધ ઘી નાખીને ટેસ્ટ તો કરજો..*👍🏻👍🏻..
*ખાસ નોંધ*
*ગયા વર્ષે ઓગસ્ટમાં આ નક્ષત્રમાં ખૂબ એટલે ખૂબ વરસાદ આવ્યો હતો.. માટે જો વરસાદના પાણીનો ઉપયોગ કરતા હો તો જ્યારે મઘા નક્ષત્રમાં વરસાદ આવે ત્યારથી સંગ્રહ ચાલુ કરી દેવો જોઈએ. જે લોકો સંગ્રહ કરે છે તેઓએ પણ પોતાનો ટાંકો ભરી લેવો જોઈએ*
**તમારા તમામ ગ્રુપમાં મોકલી લોકોના આરોગ્યની અભિવૃદ્ધિ કરવા નિમિત બનજો **
🙏🏻 *જય આયુર્વેદ* 🙏🏻