મિશન : ૦ થી ૬ વર્ષનાં બાળકોની આરોગ્ય અને પોષક સ્થિતિ સુધારવા, બાળકોનો શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ અને કિશોરીઓની, સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતાઓનો પોષણ સ્તર સુધારવા.
આઇ.સી.ડી.એસ. ના હેતુઓ
૧. જ્ન્મ્થી ૬ વર્ષની વય જુથના બાળકોના પોષણ અને આરોગ્યનું સ્તર સુધારવું
૨. પોષણ અને આરોગ્ય વિષયક યોગ્ય શિક્ષણ વિષય માતાની સમજમાં વધારો
૩. મુત્યુદર, કુપોષણ, બીમારી, શાળા છોડવાના દરમાં ઘટાડો
૪. યોગ્ય પોષણ અ
ને આરોગ્ય શિક્ષણ થકી બાળકના પોષણ અને સામાન્ય આરોગ્યની માતા કાળજી રાખી શકે તે સુનિશ્ચિત કરવું.
૫. ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીને જરુરી આરોગ્ય સેવાઓ આપવી.
૬. 3 થી ૬ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું.
૭. બાળકના યોગ્ય માનસિક, શારીરિક અને સામાજિક વિકાસનો પાયો નાંખવો.
આઇ.સી.ડી.એસ. ના લાભાર્થીઓ
૧. ૬ માસથી ૬ વર્ષના બાળકો
૨. સગર્ભામાતાઓ
૩. ધાત્રી માતાઓ
૪. કિશોરીઓ
વિઝન
સંકલિત બાળ વિકાસ સેવા યોજનાનું વિઝન નીચે મુજબ છે-
આઇસીડીએસ યોજના ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ (ECCE) પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. બાળકો, સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને કિશોરીઓની પોષક સ્થિતિ સુધારવાની આશામાં, ગુજરાતમાં આ યોજના વર્ષ 1975 માં શરૂ કરવામાં આવી હતી. હાલમાં આ યોજના ગુજરાતમાં ૪૨૬ ઘટકમાં કાર્યરત છે. તાપી જિલ્લામાં ૭ ઘટક કાર્યરત છે આઇસીડીએસમાં પ્રારંભિક બાળપણ વિકાસમાં બાળ આરોગ્ય, પોષણ અને શિક્ષણ માટે સર્વગ્રાહી અભિગમ કેળવવામાં આવ્યો છે. આઇસીડીએસ યોજના પ્રારંભિક બાળપણ વિકાસ, નીચેના કાર્યક્રમ દ્વારા પુરા પાડવાનો પ્રયત્ન કરે છે:
આઇ,સી,ડી,એસ,ની સેવાઓ
૧. પુરક પોષણ
૨. પુર્વ પ્રાથમિક શિક્ષણ
૩. પોષણ અને આરોગ્ય વિષયક શિક્ષણ
૪. રસીકરણ
૫. આરોગ્ય તપાસ
૬. રેફરલ સેવાઓ
ગુજરાત આઇ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિભાગ વિવિધ ઉપક્રમો / યોજનાઓ દ્વારા નીચે મુજબની પ્રારંભિક બાળપણ વિકાસ માટેની સેવાઓ પૂરી પાડે છે:
1. પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ ૬ માસ થી ૬ વર્ષની વયના બાળકોને ૫૦૦ કિલો કેલેરી અને ૧૨ થી ૧૫ ગ્રામ પ્રોટીન મળી રહે તેવા પોષણયુક્ત આહાર આપવામાં આવેલ છે. અને કુપોષિત-અતિશય ઓછા વજનવાળા બાળકોને ૮૦૦ કિલો કેલેરી અને ૨૦ થી ૨૫ ગ્રામ પ્રોટીન મળી રહે તેવો પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. જ્યારે સગર્ભા-ધાત્રી માતા અને કિશોરીઓને આ યોજના હેઠળ ૬૦૦ કિલો કેલેરી
અને ૧૮ થી ૨૦ ગ્રામ પ્રોટીન મળી રહે તેવો પોષણયુક્ત આહાર આપવામાં આવે છે.
1. બાળકો માટે ગરમ ભોજન અને ફળ:-આંગણવાડીમાં આવતા ૩ વર્ષથી ૬ વર્ષના તમામ બાળકોને સવારે ગરમ નાસ્તો અને બપોરનું એક સમયનું ગરમ ભોજન તૈયાર કરી આપવામાં આવે છે. આ સાથે આ બાળકોને અઠવાડીયામાં 2 દિવસ ફળ આપવામાં આવે છે.
2. ટેક હોમ રાશન: સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ૬ માસથી ૩ વર્ષ સુધીના તમામ સામાન્ય અને અતિઓછા વજનવાળા બાળકો, ૩ વર્ષથી ૬ વર્ષના અતિઓછા વજનવાળા બાળકો, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને કિશોરી લાભાર્થીઓને પૂરક પોષણ આહાર તરીકે બાલશકિત, માતૃશકિત અને પૂર્ણાશકિત ટેક હોમ રેશન(THR) તરીકે આપવામાં આવે છે.
3. દૂધ સંજીવની યોજના: દૂધ સંજીવની યોજના રાજ્યના ૨૦ જીલ્લાના ૫૦ આદિજાતિ તાલુકાના ૮૩ ઘટક તેમજ ૨૨ વિકાસશીલ તાલુકાના ૨૬ ઘટક, આમ કુલ ૧૦૯ ઘટકમાં અમલી છે. આ યોજના અંતર્ગત ૬ માસ થી ૬ વર્ષના બાળકોને અઠવાડિયાના ૫ દિવસ ૧૦૦મિલી તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને અઠવાડિયામાં ૨ દિવસ ૨૦૦ મિલી પેશ્યુરાઈઝડ ફલેવર્ડ ફોર્ટીફાઈડ દૂધ આપવામાં આવે છે.
4. પોષણ સુધા યોજના: તાપી જિલલામાં (આ કાર્યક્રમ રાજ્યના પાંચ જિલ્લાઓના ૬ તાલુકાઓમાં પોષણ સુધા યોજના (સ્પોટ ફીડીંગ પ્રોગ્રામ) શરૂ કરવામાં આવેલ છે.) આ કાર્યક્રમ હેઠળ તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્ર ઉપર જ રોજ એક વખત સંપુર્ણ ભોજન આપવામાં આવે છે તથા તેની સાથે સાથે આઇ.એફ.એ અને કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવે છે.
5. સુપોષણ સંવાદ: આહાર-પોષણ અને આરોગ્યની સારી ટેવોનો નિયમિત અમલ સમુદાય સ્તરે થાય તે માટે આંગણવાડી સ્તરે સમુદાયની બહેનો દ્વારા માસિક સુપોષણ સંવાદ દિવસ ઉજવણી કરવામાં આવે છે.
1. પુર્ણા યોજના (15-18 વર્ષની વય જૂથની કિશોરીઓ): - ટી.એચ.આર. દ્વારા પૂરક પોષણ, જીવન કૌશલ્ય તાલીમ, આરોગ્યની દેખરેખ તેમજ વ્યાવસાયિક તાલીમ.
2. માતા યશોદા એવોર્ડ (આંગણવાડી કાર્યકર અને તેડાગર): - સર્વશ્રેષ્ઠ સેવા સર્વિસ માટે રોકડ પ્રોત્સાહક એવોર્ડ
3. માતા યશોદા ગૌરવ નિધિ (આંગણવાડી કાર્યકર અને તેડાગર): - વીમા કવચ