30/10/2020
🌺"રાગી"🌺
રાગી એક ધાન , તેના વિશે થોડું જાણી ઘંઉ, ચોખા,જુવાર, બાજરી, જેવું જ આ ધાન, તે દેખાવ માં રાઈ ના દાણા જેવું ને તેનો રંગ ડાકૅ બ્રાઉન(કથ્થાઇ) કલર ની હોય છે.
મરાઠી માં તેને નાચણી અને અંગ્રેજી માં 'Finger millet' કહેવાય છે.
તેમા કેશ્યમ, અમાઈનો એસિડ, અને મીથેલીન એસિડ અને બીજા ઘણા સારા એન્જાઇમ્સ અને રીચ પ્રોટીન હોય છે. તે પચવામાં હલકું છે. અને તેનુ પાચન શરીર માં ધીરે ધીરે થાય છે. તેથી ભૂખ જલ્દી લાગતી નથી, તેથી ડાયાબિટીસ , કે વજન ઓછું કરવા ઉપયોગી છે.
તે ઉત્પાદન🌾ગુજરાત માં ડાગં જીલ્લામાં, તથા મહારાષ્ટ્ર, તથા કણૉટક રાજ્ય માં થાય છે.અને તેનો ઉપયોગ પણ ત્યાં વધારે થાય છે.
હવે આરોગ્ય ની દ્દષ્ટિએ તંદુરસ્ત રહેવા માટે આપણે પણ રાગી નો ઉપયોગ રોજ ચ કરવો જોઈએ.
તે ગ્લુટેન ફ્રી પણ છે. અને તેમાં કેલ્શિયમ નુ પ્રમાણ વધારે હોવાથી દૂધ કે દહીં પછી રાગી માં જોવા મળે છે. 100 ગ્રામ રાગી માં 300 એમ એલ કેલ્શિયમ જોવા મળે છે.
તે યુવાની ટકવી રાખવા અને વૃદ્ધત્વ ટાળવા માટે રાગી નુ સેવન ખૂબ જ જરૂરી છે.રાગી માં કેલ્શિયમનુ પ્રમાણ વધારે હોવાથી શરીર માં વિટામીન ડી જળવાઇ રહે છે. જે 🌞સૂર્યપ્રકાશ માથી આપણને મળે છે.
👍અમુક લોકો ને માઈગ્નેન,આથ્રૉઈટીસ,ઓસ્ટીયોપોરોસીસ માં રાગી થી ઘણો ફાયદો થાય છે.
💐👍પ્રેગ્નન્સી દરમિયાન સ્રી જો રાગી નુ સેવન એક સારા માં સારુ સપ્લીમેન્ટ મળે છે.જે કેલ્શિયમ, પ્રોટીન, અને લાલ રક્તકણો શરીરમા ઉત્પન્ન થવા,રક્ત ની કમી માટે પણ રાગી ઉપયોગ સારા માં સારું કહેવાય છે.
👍 ડાયાબિટીસ માટે તો અક્સિર ગણી શકાય છે. તેની રોટલી, રોટલો, ભાકરી,થેપલાં, પૂરી, ખાખરા, ઉપમા, ઢોસા, ઈડલી, વેજીટેબલ નાખી પૂડા બનાવી ખાઈ શકાય છે.જેથી ડાયાબિટીસ માં ખૂબ જ ફાયદો થાય છે.અને તે પચવામાં માં પણ હલકું છે.
સુવાવડી સ્રી ને રાગી ની સુખડી કે સીરો, ઘી , ગોળ કે ડ્રાયફ્રુટ નાખી ને બનાવી ખાવા આપી શકાય છે. જેથી માતા ના ધાવણ થી બાળક માં કેલ્શિયમ ની કમી રહેતી નથી.
બાળક ને 6 મહિના નુ થાય પછી રાગી ની રાબ આપી શકાય છે. બળક નો વિકાસ સારો થાય છે. તેના હાડકાં, પેઢાં મજબૂત થાય છે , પગ પણ મજબૂત થાય છે.
🌺👍આટલા ફાયદા રાગી ના થાય છે. તો આપણે તેને રોજિંદા આહારમાં સમાવેશ કરી શકાય છે.
"સૌ છાયા પ્રાણેશ હસ્તક"