10/06/2023
આયુર્વેદની પ્રાચીન હીલિંગ થેરાપી હવે આપણા *ડભોઈ* ને આંગણે ઉપલબ્ધ
ડભોઈના એક માત્ર આયુર્વેદિક અને રાહત દવાખાના તરીકે પ્રસિદ્ધ શ્રી ડી. એમ. નારીયાવાળા આયુર્વેદ હોસ્પિટલ ખાતે હવે તમે અને તમારું ફેમિલી લઈ શકે છે,
*"પ્રાચીન આયુર્વેદિક કાંસ્ય-થેરાપી"*
જૂના જમાનામાં લોકો કાંસાની વાટકીથી પગના તળિયે ગાયનું ઘી લગાવીને મસાજ કરતા હતા અને આજે પણ અમુક વૃદ્ધ લોકો ઘરમાં રાત્રે સુતા પહેલા નિયમિત આ થેરાપી કરતા હોય છે.
આધુનિક યુગમાં ભુલાઈ ગયેલી અને લુપ્ત થવાના આરે આવેલી આ થેરાપીને ફરીથી જાગૃત કરવા અને ડભોઈના આયુર્વેદ-પ્રેમી લોકો સુધી પહોચાડવા, અમારા હોસ્પિટલમાં શરૂ કરેલ છે, *"કાંસ્ય-થેરાપી"*.
કાંસ્ય એટલે કે કાંસુ, જે શરીર ના ત્રણેય દોષો- વાત, પિત્ત અને કફ ને દુર કરે છે અને *શરીર ના બધા જ અંગો ને ડિટોક્સીફાય કરીને પગના તળિયા મારફતે શરીર ની વધારાની ગરમી અને ટોકસીન્સ્/કચરાને બહાર કાઢી ફેંકે છે.*
*કાંસ્ય-થેરાપી સ્વસ્થ વ્યક્તિ પણ કરાવી શકે છે* અને અને જો તમને કોઈ રોગ થયો હોય તો, રોગ અનુસાર અલગ-અલગ આયુર્વેદિક ઔષધીઓથી સિદ્ધ કરેલા તેલ અને ઘી દ્વારા આ થેરાપી કરાવવામાં આવે છે.
હોસ્પિટલ ખાતે આવેલા આ મશીનનો લાભ લેનારના શરીરમાંથી, *કાંસુ અશુદ્ધિઓને તો બહાર કાઢી ફેંકે જ છે*, પણ આ ઉપરાંત, પગમાં આવેલા *એક્યુપ્રેશર* ના બધા જ પોઈન્ટ્સ પ્રેસ થવાથી શરીરમાં એક નવી ઊર્જા નો સંચાર થાય છે અને શરીરના કોઈ પણ ભાગમાં રહેલા કોઈ પણ રોગને દૂર કરવામાં મદદ મળે છે.
*આયુર્વેદિક પ્રાચીન કાંસ્ય થેરાપી અને એક્યુપ્રેશર થેરાપીના કોમ્બો* નો એક સાથે લાભ મેળવવા માટે આજે જ અમારી હોસ્પિટલની મુલાકાત લો અને ઘરના બાળકો, વૃદ્ધો અને જવાન દરેક આ થેરાપીનો લાભ મેળવો.
*થેરાપીના 1 સીટિંગનો ચાર્જ*
માત્ર ₹ 100/-
*સ્થળ:*
શ્રી ડી. એમ. નારીયાવાળા આયુર્વેદ હોસ્પિટલ, ચોક્સી બજાર, ડભોઈ.
*સમય:*
સવારે 9.30 થી 12.30 સુધી
સાંજે 4.30 થી 7.30 સુધી