Aarogyada Ayurved Clinic

Aarogyada Ayurved Clinic A perfect clinic for all health problems through Ayurved

19/12/2024
પ્રેગ્નન્સી રહે ત્યારે શરૂઆતથી લઈ ડિલિવરી સુધી ડાયેટ અને શું ધ્યાન રાખવું એ  આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણવવામાં આવી છે.. ગર્...
14/02/2024

પ્રેગ્નન્સી રહે ત્યારે શરૂઆતથી લઈ ડિલિવરી સુધી ડાયેટ અને શું ધ્યાન રાખવું એ  આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણવવામાં આવી છે.. ગર્ભાવસ્થા દરમ્યાન આ આહાર અને વિહારનું પાલન કરવાથી અને નિયમિત આયુર્વેદ દવાઓ લેવાથી,

✓બાળક અને માતાનું સ્વાસ્થ્ય ગર્ભાવસ્થા દરમ્યાન સારું રહે છે.

✓વારંવાર થતા ગર્ભપાતને અટકાવે છે.

✓બાળકનું વજન વધારી સ્વસ્થ બનાવે છે.

✓નોર્મલ ડિલિવરી ના ચાન્સ વધે છે.

✓ગર્ભાવસ્થામાં બાળકને સમસ્યાઓથી બચાવે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. હેમંત પટેલ

M.S. (આયુર્વેદ)

સ્ત્રીરોગ અને વંધ્યત્વ નિષ્ણાત 

આરોગ્યદા આયુર્વેદ ક્લિનિક

વલસાડ

9727571097

8980250238

            આજે પ્રસ્તુત છે "સ્ત્રીરોગ અને આયુર્વેદ" લેખમાળા નો મણકો-5(Bulky uterus and Bulky cervix )પેશન્ટ ને આપીશું ન...
15/12/2023



આજે પ્રસ્તુત છે "સ્ત્રીરોગ અને આયુર્વેદ" લેખમાળા નો મણકો-5

(Bulky uterus and Bulky cervix )

પેશન્ટ ને આપીશું નંબર 5.

ઉંમર -38 વર્ષ

પ્રોફેશન - House wife

સ્ત્રી શરીરમાં રહેલું ગર્ભાશય માંડ વાળેલી મુઠ્ઠી જેવડું હોય છે અમુક કારણોસર જ્યારે એની સાઇઝ વધે એને bulky uterus કહેવામાં આવે છે.
Bulky uterus ના કારણોમાં સૌથી વધુ
Adenomyosis (ગર્ભાશયના endometrial tissue એની વચ્ચેની દીવાલમાં જમાં થવું) અને Fibroids (ગર્ભાશયની સાદી ગાંઠ) આ બે કારણો અત્યારે વધુ જોવા મળે છે. ચાળીસ ની આસપાસની ઉંમરમાં સ્ત્રીઓને આ તકલીફના ચાન્સ વધુ હોય છે.

સોનોગ્રાફી માં bulky uterus હોય પણ કોઈ પ્રકારના શારીરિક લક્ષણો ના હોય તો હેલ્થી લાઇફસ્ટાઇલ + પેલ્વિક ફ્લોર ને મજબૂત રાખે એવી exersise કરો એટલે લગભગ કોઈ પ્રોબ્લેમ થતાં નથી.

પણ જો bulky uterus સાથે માસિક વખતે ખૂબ દુખાવો થતો હોય , માસિકમાં લોહી વધુ પડતું હોય , પેડુના ભાગમાં વજન વધુ લાગતું હોય , શારીરિક સંબંધ વખતે દુખાવો વધુ થતો હોય કે પેશાબ વખતે દુખાવો વધુ હોય તો એમને સારવારની જરૂર પડે છે.

ચાળીસ વર્ષ પછી સોનોગ્રાફીમાં bulky uterus આવે અને ૫-૬ મહિનામાં કોઈપણ પેથીની દવાથી ગર્ભાશય પાછું સંકોચાઈ પહેલાની સ્થિતિમાં આવવું મારા અનુભવે લગભગ અશક્ય જેવું છે. આમ પણ મેનોપોઝ પછી એ કુદરતી રીતે સંકોચાઈ જાય છે.

પરંતુ આયુર્વેદ મારા અનુભવ મુજબ આ દરેક લક્ષણોમાં ખૂબ સારું પરિણામ આપે છે. દર્દીના પથ્યાપથ્ય સાથે આયુર્વેદ દવાઓથી ગર્ભાશય ને કઢાવવાની જરૂર પડતી નથી.

સાથે એક ૩૮ વર્ષના દર્દીના સોનોગ્રાફી રિપોર્ટ જેમાં bulky uterus+cervix ના ફોટોઝ ટ્રીટમેન્ટ પેહલા અને ૩ મહિના પછીના રાખ્યા છે.

જય ધન્વંતરિ જય આયુર્વેદ..

Written by:

Dr. Hemant Patel
Ayurved Gynecologist
M.S.(Ayu.)
Valsad
9727571097

આરોગ્યદા આયુર્વેદ એન્ડ પંચકર્મ ક્લિનિક ,વલસાડ આજે 5 વર્ષ પૂરા કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશે છે... અમારા પર વિશ્વાસ મુકનાર ...
02/08/2023

આરોગ્યદા આયુર્વેદ એન્ડ પંચકર્મ ક્લિનિક ,વલસાડ આજે 5 વર્ષ પૂરા કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશે છે... અમારા પર વિશ્વાસ મુકનાર તેમજ સાથ આપનાર તમામ મિત્રો, શુભેચ્છકો, દર્દીઓ તેમજ સર્વ નો ખૂબ ખૂબ આભાર.. આવનારા વર્ષોમાં આપના સાથ અને સહકાર ની અપેક્ષા સાથે અમે વધુ ને વધુ લોકો સુધી આયુર્વેદ અંગે જાગૃતિ પહોઁચાડવા કટિબદ્ધ છીએ...
એક કદમ આયુર્વેદ સાથે,સ્વસ્થ જીવન તરફ...

ડૉ. હેમંત પટેલ,
M.S.(Ayu)
ડૉ..ચાંદની મહેતા,
B.A. M.S.

Aarogyada Ayurved and panchkarm is entering in 6th year after completing 5 years today ... Thank you very much to all the friends, well wishers, patients as well as all those who trusted & supported us & Ayurveda .. Looking forward to your support and cooperation in the coming years.We are Committed to raising awareness about Ayurveda..

Let's take a step towards healthy life through Ayurveda..

Thanking you,

Dr. Hemant Patel,
M.S.(Ayu)

Dr.Chandani Mehta
B.A.M.S

શું તમે બાળક માટે પ્લાન કરી રહ્યા છો?તો જાણો pre conceptional detoxification (બાળક લાવતા પહેલાં કરાતી શરીર શુદ્ધિ) વિશે....
25/04/2023

શું તમે બાળક માટે પ્લાન કરી રહ્યા છો?તો જાણો pre conceptional detoxification (બાળક લાવતા પહેલાં કરાતી શરીર શુદ્ધિ) વિશે..

આપણું પ્રાચીન આયુર્વેદ શાસ્ત્ર જણાવે છે કે દંપતી જ્યારે પણ બાળક માટે પ્લાનિંગ કરતા હોય ત્યારે માતા અને પિતા બેયનું શરીર શુદ્ધ હોવું જરૂરી છે. બેમાંથી કોઈપણ એકની શારીરિક કે માનસિક સ્થિતિ સ્વસ્થ ના હોય તો ભવિષ્યમાં આવનાર બાળક પર તેની ખરાબ અસર થઈ શકે છે. આજના આ ભેળસેળયુક્ત ખોરાક - હવા - પાણીના યુગમાં બાળકના જન્મ પહેલાં માતા અને પિતા બંનેએ પોતાનું શરીર પંચકર્મ દ્વારા શુદ્ધ કરવું જોઈએ અને જરૂર અનુસાર આયુર્વેદ ઔષધ લઈ પછી જ બાળક માટેનું આયોજન કરવું જોઈએ જેથી આવનાર બાળકનું શરીર અને મન બેય સ્વસ્થ રહે અને સમાજને તંદુરસ્ત નાગરિક મળે..

જો તમે બાળક માટે આયોજન કરી રહ્યા છો તો તમારું આવનારું બાળક સ્વસ્થ આવે અને સગર્ભાવસ્થા દરમ્યાન માતાને કોઈ તકલીફ ન થાય એ માટે આપની નજીકના આયુર્વેદ gynecologist ની સલાહ લેવી આવશ્યક છે..

વધુ માહિતી માટે સંપર્ક:
ડૉ.હેમંત પટેલ
M.S. (Ayu)
Ayurved Gynecologist & Infertility consultant
Valsad
Contact: 9727571097 , 8980250238

Address

Valsad

Opening Hours

Monday 6pm - 8pm
Tuesday 6pm - 8pm
Wednesday 6pm - 8pm
Thursday 6pm - 8pm
Friday 6pm - 8pm
Saturday 6pm - 8pm

Telephone

919727571097

Alerts

Be the first to know and let us send you an email when Aarogyada Ayurved Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aarogyada Ayurved Clinic:

Share

Category