LOTUS Diabetes Clinic

LOTUS Diabetes Clinic In LOTUS DIABETES CLINIC , we provide all facilities related to diabetes and it’s complications un

27/07/2025

આપણે placebo effect વિશે તો જાણીએ જ છીએ , જ્યારે વ્યક્તિ પોઝિટિવ વિચારે ત્યારે સારું પરિણામ ,જે તે વસ્તુ- દવા-પરિસ્થિતિને લીધે ના હોય તો પણ વ્યક્તિ એના લીધે છે એવું વિચારે . જેથી ઘણી વાર ડોક્ટરો , જ્યાં દવા શક્ય ના હોય ત્યાં , સામાન્ય વિટામિનની ગોળી આપે અને દર્દીને કોઈ વાર કેન્સરનું દર્દ પણ ઓછું લાગે . એ જ રીતે , પેકેટ પર લખ્યું હોય કે , - ‘low fat - સુગર free ‘ વાંચીને , unhealthy ખોરાક પણ કોઈ પણ જાતનાં ગિલ્ટી ફીલિંગ વિના આરોગી જાય!.😊.

પણ , આજે આપણે NOCEBO effect વિશે વાત કરવાનાં છે , જે કદાચ ડૉક્ટરોમાં પણ એટલું પ્રચલિત નથી . PLACEBO થી એકદમ ઊંધું.. વ્યક્તિ નેગેટિવ વિચારે અને વિપરીત-ખરાબ પરિણામ ,જે તે દવા- પરિસ્થિતિ- વસ્તુને લીધે ના હોય તો પણ , એ અનુભવે! કેટલાક ઉદાહરણો- ૧. એક કાકાએ વાચેલું કે , મોબાઈલ ટાવરથી રેડિયેશનથી આડ અસરો થાય અને એમનાં રહેઠાણથી ૨૫૦ મીટર દૂર ના ટાવરથી એમને માથાનો દુઃખાવો ચાલું થઈ ગયેલો. ૨. એક ભાઈને એવું કે AC થી ‘સાયનસ ‘ થાય એટલે AC ચાલું કરે કે તરત એમને તકલીફ ચાલું થઈ જાય , રૂમ ઠંડો થાય એ પહેલા જ !
આજ કાલ, ગૂગલના જમાનામાં , અમે ડોક્ટરો , અનેક વાર દર્દીઓમાં આ અસર જોઈએ છે , જે થકી દર્દી ડોક્ટરો બદલાતાં રહે છે, છેલ્લે જે યોગ્ય સમજણ અને કાઉન્સેલિંગ દ્વારા જ સારું થાય .
દર્દીને દવાની આડ અસરો વિશે સાચી માહિતી આપવી એ ડૉક્ટરની ફરજ છે ( જે ઘણીવાર ગૂગલ બજાવે!😁) , સાથે આ માહિતી થકી દર્દી NOCEBO effect માં ના જતું રહે એ પણ એટલે જ જરૂરી છે . નહીંતર , ઘણી વાર , ઘણી સારી દવાઓનો ફાયદો દર્દી ગુમાવે .

NOCEBO અટકાવવાં ડૉક્ટર શું કરી શકે ?
- દર્દીને મહત્ત્વની અને જરૂરી હોય એટલી જ આડઅસરો સમજાવવી , એ પણ સારા શબ્દોમાં , જેમ કે - “ આ દવાથી અમુક દર્દીને શરૂઆતમાં માથું દુખી શકે , એ થોડા દિવસોમાં સારું થઈ જાય , એ આમ જોઈએ તો દવાની એક અસર છે , આડ અસર નથી “
- સામાન્ય આડ અસરો સામે મહત્ત્વનાં ફાયદાઓ પર વધુ ભાર મૂકવો .
- દર્દીની માનસિક સ્થિતિ , ભણતર, ડૉક્ટર પરનો વિશ્વાસ વગેરે જોઈને , કેટલી આડઅસરો સમજાવવી એ નક્કી કરવું. અલગ અલગ દર્દીઓમાં અલગ અલગ હોય શકે .
- દર્દીની ભાષામાં સમજાવવું, નહીં કે મેડિકલ શબ્દોમાં- જેમ કે , ન્યુરો સાયકિયાટ્રિક આડ અસરો થઈ શકે , એની જગ્યાએ , થોડા mood changes થઈ શકે , એવું કહી શકાય .
- દર્દીને સમજાવતી વખતે પોતાની બોડી લેંગ્વેજ યોગ્ય હોવી જરૂરી , એ પરથી દર્દીને વિશ્વાસ થતો હોય .

NOCEBO અટકાવવાં દર્દીઓ શું કરી શકે ?
- તમારાં ડૉક્ટર પર વિશ્વાસ રાખો , ગૂગલ પર નહીં .
- પોઝિટિવ રહો , જે બાબત ૧૦૦૦ માં એક ને થતી હોય એ આપણને ના જ થાય ,એવું જ વિચારવું.
- આપણે કોઈક બાબતને ઠીક કરવાં, દવા લઈ રહ્યા છીએ , નહીં કે એની આડ અસરો માટે , એટલે દવાથી તકલીફમાં કેટલી રાહત થાય એ જ વિચારો નહીં કે એની આડઅસરો વિશે . આડ અસરો જેવું જણાય તો ડૉક્ટરની સલાહ લો , ગૂગલ આધારે નહીં રહો .
- પ્રાણાયામ- પ્રાર્થના વગેરે કરવાથી postitive વિચારો વધશે.
- જે દર્દીઓને જે તે દવાઓ દ્વારા સારું થયેલું એના સંપર્કમાં રહો , નહીં કે જે દવાઓની આડ અસરોની વાતો કરતાં લોકો સાથે .. દા.ત. , જો તમને કેન્સર હોય તો કીમોથેરાપીથી સારા થયેલા લોકો સાથે વાતો કરો , ના કે કેમો થેરાપીની સમાન્ય આડ અસરોને ભડકાવીને કહેતા લોકો સાથે .

ટૂંકમાં, NOCEBO અસર ઘણી વાર દર્દીને , ઘણી ઉત્તમ દવાઓનાં ફાયદાઓથી દૂર રાખી શકે , એ ના થાય એ માટે ડૉક્ટર ઉપરાંત દર્દી અને એનાં સંબંધીઓએ પણ કાળજીઓ રાખવી ઘટે .
બાકી, ‘ગુગલિયા‘ લોકોને , પ્રેગન્સી રહે એટલે જ ઊલટીઓ , એકદમ ઓછા ડોઝમાં ‘statin ‘થી સ્નાયુનો દુખાવો , મેટફોર્મીનથી ઉબકા-કિડનીના વિચારો , વેક્સિન પછી અનેક વિચારો ,MRI નું નામ સાંભળીને જ Claustrophobia — ( લિસ્ટ ઘણું લંબાવી શકાય) થવાં માંડે !
- ડો. કલ્પેશ જોશી . MD
લોટસ હોસ્પિટલ , વલસાડ .

16/06/2024

‎Follow the Lotus Diabetes Clinic . channel on WhatsApp:

30/04/2024

Erectile Dysfunction(ED) can affect men of all ages and backgrounds. If you're experiencing symptoms, you don't have to suffer in silence. Talk to our doctor about ED. Early diagnosis and treatment can improve your quality of life.
Lotus Hospital:-
Op. Geeta Sadan, Luhar Tekra, Valsad, Gujarat.
To know more about us, visit http://www.lotus-hospital.com/
contact us: +91 98797 16665

28/04/2024

આજે આપણે Erectile dysfunction(ED) વિશે વાત કરીશું.
ED એટલે પુરુષને જાતીય સમાગમ માટે , શિશ્નમાં પૂરતું ઉત્થાન મેળવવામાં અને એને જાળવી રાખવામાં સતત અને વારંવાર તકલીફ પડે એ . કોઈક વાર આવી તકલીફ અનુભવાય એ સામાન્ય છે એને ED ના કહેવાય .
તમે ધારો એનાં કરતા EDનાં આંકડા ઘણા વધુ છે પરંતુ શરમ-ક્ષોભને લીધે એઓ યોગ્ય માર્ગદર્શન નથી મેળવતાં .
સામાન્ય પુરુષોમાં, ૪૦ વર્ષ થી નીચે ૫% અને ૪૦ વર્ષ થી વધુ ઉંમરના ૫૦% પુરુષો, કોઈપણ સ્વરૂપે ereclile dysfunction ની તકલીફ અનુભવે છે. ડાયાબીટીશના દર્દીમાં આ તકલીફ, સામાન્ય લોકો કરતા અનેકગણી વધુ હોય છે. ૭૫%
ડાયાબિટીસનાં દર્દીઓ E .D .અનુભવે છે. કેમકે લોહીમાં વધુ સુગર , ચેતાતંત્ર અને લોહી પહોંચાડતી મોટી તથા સૂક્ષ્મ રક્તવાહિનીઓને નુકશાન કરે છે. શિષ્નના ઉત્થાન માટે,એની રક્તવાહિનીઓ ફૂલવી જોઈએ ,એને નુકસાન થયું હોય તો યોગ્ય ફૂલતી નથી . ઉપરાંત લોહીમાં ટેસ્ટોસ્ટેરોન અને અન્ય હોર્માન્સની વધઘટ પણ ED કરી શકે . આ ઉપરાંત અન્ય ઘણાં મેડિકલ કારણોથી ED થઇ શકે .
આ ફક્ત ઉંમરવાળા પુરુષોનો પ્રોબ્લેમ નથી, યુવાનોમાં પણ જોવા મળે છે, જે તેમના સ્ત્રી-પત્ની સાથેના સંબધો -આત્મીયતા માં તિરાડ પાડી શકે.
આ તકલીફને ખુબજ કરુણતા-સંવેદનશીલ રીતે ઉકેલાઈ તો અનેક લોકોની જિંદગી સુધરી શકે.
સૌ પ્રથમ તો તમને આવું લાગે તો સંકોચ વગર, તમારા ડોક્ટર, જેને આ વિષયનું જ્ઞાન હોય એમને કહો અને મિત્રો દ્વારા સાંભળેલી કે ઇન્ટરનેટ પરથી મળેલ માહિતીને ધ્યાનમાં ન લો.
બધા રોગોની જેમ, આ માટે પણ Prevention is better then cure .
નિયમિત કસરત, તંદુરસ્ત આહાર, વધુ પડતું આલ્કોહોલ નહિ લેવું, તમાકુ કોઈપણ સ્વરૂપે ટાળવું, સ્ટ્રેસ ફ્રી જિંદગી,નિયમિત મેડીટેશન વગેરે, E .D .અટકાવવામાં મદદરૂપ થાય એવું અનેક સંશોધનો કહે છે.
મોટા ભાગના દર્દીમાંઓમાં આ તકલીફ સારી થઈ શકે છે .
સારવાર માટે, કારણભૂત પરિબળોને જાણી એની સારવાર કરવી જોઈએ ,જેમકે વજન ઓછું કરવું , હોર્મોનની ઉણપ હોય તો એ આપવું વગેરે. અમુક દર્દીઓમાં બીજાં અન્ય કારણો પણ આવે , જે જાણવાં પડે અને એની સારવાર કરવી પડે .. ઘણાં દર્દીઓમાં હતાશા અને ચિંતાને લીધે પણ હોય શકે , જે યોગ્ય કાઉંસેલીંગથી આવી શકે . ડાયાબિટીસના દર્દીઓમાં સુગર કાબુમાં રાખવું સૌથી અગત્યનું છે . જરૂર પડ્યે શિશ્નમાં લોહી વધુ પહોંચાડે અને રક્તવાહીનીઓને ફૂલવામાં મદદ કરે એવી દવાઓ, લેવાથી ખુબ સરળતાથી ED ની સારવાર શક્ય છે.
ટૂંકમાં, ED ને છુપાવી, સામાજીક ક્ષોભ ન અનુભવતા, એની ચર્ચા કરી, અટકાવવા માટે યોગ્ય પગલા લઈ, જરૂર પડ્યે સારવાર કરવાથી, આપણે ED ધરાવતાં મોટા ભાગના લોકોનું જાતીય - સામાજીક જીવન સુધારી શકીએ.
-Dr. kalpesh Joshi .
Lotus hospital, Valsad.

ડાયાબિટીસ , જો યોગ્ય રીતે કાબૂમાં રાખવામાં ના આવે તો , માથાનાં વાળથી પગનાં નખ સુધી ,તમામ અંગોને નુકસાન કરી શકે . આ નુકસા...
20/04/2024

ડાયાબિટીસ , જો યોગ્ય રીતે કાબૂમાં રાખવામાં ના આવે તો , માથાનાં વાળથી પગનાં નખ સુધી ,તમામ અંગોને નુકસાન કરી શકે . આ નુકસાન શરૂઆતનાં તબક્કામાં જ , જયારે એનાં કોઈ ચિન્હો હોતાં નથી ત્યારે જ જો જાણી લેવાય તો તેને વધતું અટકાવી શકાય . આ માટે , લોટસ ડાયાબિટીસ ક્લિનિકમાં , અદ્યતન મશીનની સુવિધા છે , જેમાં ખૂબ જ વ્યાજબી કિંમતે , એક જ સાથે , દસ તપાસો આવરી લેવાય છે .
For appointment : 98797 16665( 8-30 am to 6-30 pm )
# lotusdiabetesclinic

https://www.facebook.com/share/p/h4GxDCKtMvXvwiaL/?mibextid=WC7FNe
18/04/2024

https://www.facebook.com/share/p/h4GxDCKtMvXvwiaL/?mibextid=WC7FNe

Celebrating 12 years of dedicated dialysis care! With a PMJAY card, your treatment is now FREE. Your health is our mission, and we're here to make quality care accessible to everyone.

Meet our expert team:
Dr. Kalpesh Joshi, MD - 24 years of dialysis expertise.
Dr. Vatsa Patel, leading Nephrologist and Transplant Physician, visits Lotus Hospital every Saturday. Seize the opportunity to consult with a speacialist!

Lotus Hospital:-
Op. Geeta Sadan, Luhar Tekra, Valsad, Gujarat.
To know more about us, visit http://www.lotus-hospital.com/
contact us: +91 82380 66066

02/04/2024
https://www.facebook.com/share/p/3XMfhPanQQSKxv6H/?mibextid=WC7FNe
02/04/2024

https://www.facebook.com/share/p/3XMfhPanQQSKxv6H/?mibextid=WC7FNe

બાળકોમાં વેક્સિનનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ , પુખ્તવયની વ્યકતિઓમાં પણ છે. Prevention is always better then cure . આ અંગે સંપૂર્ણ સુવિધાઓ લોટસ હોસ્પિટલ ખાતે છે .

Address

LOTUS HOSPITAL
Valsad
396001

Telephone

+919879716665

Website

Alerts

Be the first to know and let us send you an email when LOTUS Diabetes Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category