04/04/2023
General - વેવિશાળ એક સમસ્યા.
(ફક્ત ને ફક્ત સમજવા માટે છે.)
સર્વે સમાજ માટે લાલબતિરૂપ પ્રશ્ન.
કારણો શું હોઈ શકે ?
પ્રથમ કારણ :- શહેર નો મોહ !
‘મારે તો સુરત ની બહાર જવું જ નથી !’ ‘મને અમદાવાદ સિવાય દમ ઘુંટાય !’ ‘મુંબઈ ની બહાર ના પરણાય મરી જવાય !’ લગભગ દરેક મોટા શહેર માં જુવાન થનારી કન્યા ઓ આવી અવળી જીદે ચડી જાય છે. અલી ઘેલી દિકરી ! તારે પરણવાનું વ્યક્તિ સાથે છે કે શહેર ના બોર્ડ સાથે ! ચર્ચ ગેટ વાળી કન્યા ને કાંદીવલી માં નથી પરણવું, તો નરોડા વાળી ને ચાંગોદર નથી જવું, કાલાવડ રોડ વાળી ને ગાંધીગ્રામ માં નથી પરણવું. બોલો લ્યો ... શહેર નો છે એટલો મોહ જો સામેનાં પાત્ર માં રાખો તો એ જ્યાં હશે, ત્યાં જ તમને સ્વર્ગ જેવું લાગશે. તમામ કન્યા ઓ મેટ્રો સીટી તરફ મીંઢોળ બાંધી ને દોડી રહી છે. એ જોતા તો એમ લાગે છે આવનારા વર્ષો માં ગામડા માં જન્મવું, એ અભિશાપ થઈ જશે. કન્યા ઓ ની આ ઘેલછા ગામડા ઓ ને સ્મશાન બનાવ્યે પૂર્ણ થશે કે શું ?
બીજુ કારણ : 'હજી તો દિકરી નાની છે.'
સ્ત્રી આમ તો કદી મોટી ઉંમર ની હોતી જ નથી. પરંતુ આ વાક્ય કેટલીક સ્ત્રીઓ ત્રીસ કે પાંત્રીસ વર્ષ ની થાય, ત્યાં સુધી પ્રમાણિકતા થી પકડી રાખે છે. કેટલાક માતા પિતા સારા ઘર નું માગું આવે, ત્યારે વાત આગળ ચલાવ્યા વિના સીધુ જ રોકડું પરખાવે છે કે 'અમારી દીકરી તો હજી ભણે છે અથવા હજુ નાની છે.' પાપા ની પરી, પાપા ને જ નાનકડી લાગે છે. પપ્પા એ ક્યારેક દીકરી ની ફેસબુક કે ઇન્સ્ટા ની પોસ્ટ પણ, વાંચવા નો સમય કાઢવો. સત્ય સમજાઈ જશે કે ગગી ને આવતી કાલે જ વળાવી દેવી જોઈએ. બહુ નાની ગણ્યા કરશો, તો પછી એ કદી 'નાની' નહી બને હો !
ત્રીજુ કારણ : 'બાપ રે ! જોઇન્ટ ફેમેલી છે !'
'મુરતીયા નું આઠ જણા નું કુટુંબ છે, અને એમાં સૌથી નાની વહુ ના થવાય.' 'અમારે તો આગળ પાછળ કોઈ ના હોય, એવો વરરાજો શોધવો છે.' "બેન-બા", તો અનાથ આશ્રમ બાજું ધ્યાન દોડાવો. સો એ પાંચ ફેમેલી જ હવે સંયુક્ત કુટુંબમાં માંડ રહે છે.
વડીલોની હૂંફ અને આશિર્વાદ તમામ કપલ ને જોઈએ છે, પરંતુ વડીલો કોઈને નથી જોતા ! પોતાના નવજાત શિશુ ની પ્રોપરલી સંભાળ માટે માતા પિતા કેર ટેકર તરીકે બધા ઈચ્છે છે. પરંતુ એ માતા પિતા ની કેર બહુ ઓછા કરે છે. જોઇન્ટ ફેમેલી માં નહી પરણવાની જીદ કરીને કુંવારી બેઠેલી કન્યાઓ, પાછી પોતાના ત્રણેય ભાઈ ઓ અને ભાભીઓ સાથે રહેતી હોય છે. આને કહેવાય વિકાસ ...!
ચોથું કારણ : ‘આઈ વોન્ટ ફ્રીડમ !’
'મને તો કોઇ ની અંડર માં જીવવુ જ નથી. આઈ એમ અ ફ્રી-બર્ડ. આઈ વોન્ટ ફ્રિડમ.' આવા વાક્યો પચ્ચીસ વરસે કહેનારી, કેટલીય યુવતીઓ પાંત્રીસ પછી, સાઈકીયાટ્રીટ પાસે થી ડિપ્રેશન ની દવા લેતી નજરે પડે છે. ફ્રી બર્ડ ની જીંદગી માં થી બર્ડ નીકળી જાય છે. અમુક કન્યાઓ, પશ્ચિમ ની જીવન શૈલી ને પૂર્વ માં જીવી લેવા તલપાપડ હોય છે. જવાબદારી શબ્દ જ જેને બાણ શૈયા જેવો લાગતો હોય, તેવા ઘણા ને વર્ષો પછી 'શૈયા' જ બાણ જેવી લાગવા માંડે છે. ફ્રિડમ ની સગલી થા માં બેન ! નબળુ-આછુ-પાતળુ ગોતી ને ગોઠવાઈ જાઓ. તું નસીબદાર હોઇશ તો તારા પગલે વરને કેનેડા કે યુ.એસ. ના વિઝા મળી જાશે, તો પછી ફ્રિડમ ના સ્વીમીંગ પુલ માં એ'ય ને મોજથી આજીવન ધુબકા માર્યા કરજો ...! સ્વચ્છંદતા ને સ્વભાવ ન બનાવાય દિકરી. દુષણો નું સ્વચ્છતા અભિયાન કરી શકે એવો સાવરણો ક્યાંય માર્કેટ માં નથી મળતો,સમયસર પરણી જા બાઈ નહીંતર, આગળ આવશે એકલતા ની ખાઈ.
પાંચમું કારણ - પાતળી આર્થિક સ્થિતી.
*હવે ની છોકરી ઓ તો મુરતીયો જોવા આવે, ત્યારે જ માઈક્રો ઓબ્ઝરવેશન કરી લ્યે છે. એ કઈ ગાડીમાં આવ્યો ? તેની પાસે ક્યો મોબાઈલ છે ? આ ભૂરો મને MI નો મોબાઈલ તો ગીફ્ટ નહી આપે ને ? મારે તો આઇ ફોન જ જોઈએ. (પછી ભલે ને બાપુજી ના ઘરે કોઇ ની આઇ ફોન ની ત્રેવડ ન હોય તો'ય !) છોકરા ના ઘર ના સોફા પર થી તેની માનસિકતા ન મપાય બેન ! શક્ય છે કે એ અત્યારે પરિવાર મધ્યમ વર્ગ નો છે પરંતુ તારા પગલા થશે અને તું જો કરકસર થી ઘર ચલાવશે તો પાંચ વરસ માં સૌ સારા વાના થશે. બાકી માત્ર બેંક - બેલેન્સ, મોંઘી ગાડી અને મોટા બંગલા જોઈ ને હરખે હરખે પરણનારી કેટલીય કન્યા ઓ ને ફાઇવ સ્ટાર બંગલા માં દવા પીવા ના દિવસો આવ્યા છે. માટે છોકરો કાંડા બળ વાળો હોય, તને સદ્દગુણી લાગે અને તારા દિલ માં તેને જોઈ ને ઘંટડી વાગે તો આર્થિક પરિસ્થિતિ ને ગોળી મારજે બેન ! વર કન્યા નો એક બીજા પર નો ભરોસો મજબુત થશે તો કોઈ પણ પરિસ્થિતિ માં થી રસ્તો મળશે જ ! આગે બઢો.
છઠ્ઠુ કારણ : ભણેલો જોઈએ !
કેટલીક કન્યા ઓ સરકારી નોકર ને જ પરણવા ની પ્રતિજ્ઞા કરી બેસતી હોય છે. કલેક્ટર કે કમિશ્નર ને વરવા ના સ્વપ્ન જોનારી, ઉંમર વધતાં, પછી સરકારી બેંક ના પટ્ટાવાળા નું મંગળ સૂત્ર પહેરે છે. ઘણી કન્યા ઓ “પતિ એ જ પરમેશ્વર” નહીં પરંતુ “પે સ્લીપ એ જ પરમેશ્વર” સૂત્ર ને જીવન ભર વળગી રહે છે.
*ટૂંક માં કન્યા ઓ પાસે ન પરણવા ના આજે આવા સો . બહાના હોઈ શકે.