
08/20/2025
સ્ટર્લિંગમેડિકલ એડલ્ટ ડે કેર ન્યુજર્સીમાં વરિષ્ઠજનોનો વિસામો છે. જય તમામ સીનિયર્સ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. તાજેતરમાં શ્રાવણ અને પવિત્ર ચાતુર્માસ દરમ્યાન એક સે બઢકર હિંડોળાની રચનાઓ નિર્માણ કરીને સહુ સિનિયરોને ભક્તિમય બનાવી પ્રભુ ભક્તિમાં તરબોળ બનાવ્યા હતા. સેન્ટરના સહુ સિનિયરો શ્રાવણ અને ચતુર્માસ દરમ્યાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, નંદ મહોત્સવ, શ્રી સત્યનારાયણ ની કથા જેવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરીને સહુને ભક્તિની ધારામાં રંગી દીધા હતા.
પ્રસ્તુત તસવીરોમાં હાલમાં સ્ટર્લિંગ ડે કેર સેન્ટરના વિવિધ કાર્યક્રમોની જીવંત સ્મૃતિઓ આ સાથે રજુ કરવામાં આવે છે.